શું તમારી પાસે જૂનો 4G ફોન છે? તો તમારા માટે Reliance Jio લાવી છે આકર્ષક ઓફર.. અહીં જાણો શું છે ઓફર.. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જો તમારી પાસે તમારા ઘરમાં કોઈ જૂનો 4G ફોન છે, તો તમે જિયોફોન નેક્સ્ટ (Jio Phone Next)પર સરળતાથી રૂ.2000નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. રિલાયન્સ રિટેલે(Reliance retail limited) મર્યાદિત સમય માટે જિયોફોન નેક્સ્ટ 'એક્સચેન્જ ટુ અપગ્રેડ' (Exchagne to Upgrade)ઓફર લોન્ચ કરી છે. જિયોફોન નેક્સ્ટની કિંમત 6499 રૂપિયા છે, જે ડિસ્કાઉન્ટ બાદ કરીને 4499 રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયો અને ગૂગલે(Google) સાથે મળીને કરેલા સંશોધનના પરિણામે સસ્તો સ્માર્ટફોન(Smartphone) જિયોફોન નેક્સ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ ઓફર હેઠળ કોઈપણ કંપનીનો 4G ફીચર ફોન અથવા સ્માર્ટફોન(smart phone) આપી શકાય છે. ગ્રાહકો જૂનો 'જિયોફોન' આપીને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ(Discount offer) પણ મેળવી શકે છે. મતલબ કે જો તમારી પાસે જૂનો 4G ફીચર ફોન(Feature phone) હોય તો પણ તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે તમારે તમારી નજીકના જિયોમાર્ટ(JioMart) અને રિલાયન્સ ડિજિટલ સ્ટોર(Reliance digital store)ની મુલાકાત લેવાની રહેશે અને 4G ફોન આપવાનો રહેશે. આ પછી તમને 6599 રૂપિયાનો જિયોફોન નેક્સ્ટ માત્ર 4499 રૂપિયામાં મળશે.

આ સમાચાર પણ વાંચો :ટીવી પર ખડખડાટ હસતો અને મંચ પર જોરદાર શાયરી કરતો સિદ્ધુ આ ગંભીર બિમારીઓ થી પીડાય છે. જેલ ભેગા થયા પછી ડોક્ટરે ચેકઅપ પછી આ કહ્યું…..

જિયોફોન નેક્સ્ટના લોન્ચિંગ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance industries)ના સીએમડી મુકેશ અંબાણી(Mukesh Ambani)એ કહ્યું હતું કે "જે ભારતીયો અંગ્રેજી અથવા તેમની પોતાની ભાષામાં સામગ્રી વાંચી શકતા નથી તેઓ આ સ્માર્ટ ઉપકરણ પર તેમની પોતાની ભાષામાં અનુવાદ કરી શકે છે અને વાંચી પણ શકે છે". મને કહેતા ગર્વ થાય છે કે અમે 'ઇન્ડિયા' અને 'ભારત' વચ્ચેના અંતરને સમાપ્ત કરી રહ્યા છીએ કારણ કે ભારત પ્રગતિ OS સાથે ડિજિટલ પ્રગતિ કરશે.

આ સ્માર્ટફોનમાં ઘણા શાનદાર ફીચર્સ((features in Smartphone) છે. તેના કેમેરામાં જ ટ્રાન્સલેશન (Translation) ફીચર છે. અનુવાદ સુવિધા દ્વારા, કોઈપણ ભાષાના ટેક્સ્ટનો ફોટો લઈને તમે તેને તમારી પોતાની ભાષામાં અનુવાદિત કરી શકો છો અને તેને સાંભળી પણ શકો છો. જિયોફોન નેક્સ્ટમાં મેન્યુઅલ ટાઈપિંગ(manual typing)ની કોઈ તકલીફ નથી. તમે લાઇવ ટ્રાન્સ્ક્રાઈબ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારી પોતાની ભાષામાં સરળતાથી ટાઈપ કરી શકો છો. તમે તેમાં ઓટીજી સપોર્ટ(OTG support) વાળી પેન ડ્રાઇવ લગાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :

જિયોફોન નેક્સ્ટ સ્પેસિફિકેશન્સ

સ્ક્રીન – 5.45 ઇંચ એચડી, કોર્નિંગ ગોરિલા ગ્લાસ, જિયો અને ગૂગલ પ્રીલોડેડ એપ્સ, પ્રગતિ ઓપરેટિંગ સિસ્ટમ, ડ્યુઅલ સીમ, ઓટોમેટિક સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સ, એન્ટી ફિંગરપ્રિન્ટ કોટિંગ, 13 મેગાપિક્સલ રીઅર કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા, બેટરી 3500 એમએએચ, પ્રોસેસર સ્નેપડ્રેગન QM 215, 2GB RAM, 32GB બિલ્ટ-ઇન મેમરી, 512GB સુધી સ્ટોરેજ, બ્લૂટૂથ, વાઇફાઇ, હોટ સ્પોટ, OTG સપોર્ટ, જી સેન્સર, લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More