ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
29 મે 2020
દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા બેજાન દારુવાલાનું આજે નિધન થયું છે. બેજાન દારુવાલાની ભવિષ્યવાણીને લાખો લોકો ફોલો કરનાર છે તેવામાં આ સમાચારથી લોકોમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યોતિષ બેજાન દારૂવાલા નું શહેરની અપોલો હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયું છે. બેજાન દારૂવાલા કોરોનાનો શિકાર બન્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા ત્યારે આ તમામ અટકળો પર તેમના પુત્ર નસતુર દારૂવાલાએ સ્પષ્ટતા કરી હતી કે દાદાને ન્યૂમોનિયા અને ઓક્સિજન ઓછો મળતો હતો જેથી તેમનું અવસાન થયું છે. કોરોનાનાં કારણે તેમનું મૃત્યુ થયું નથી. વિશ્વ વિખ્યાત, આદરણીય જ્યોતિષી અને ભવિષ્યવાણી કરનાર શ્રી ગણેશ બેજાન દારૂવાલા એવા કોઈ નથી કે જેને છટાદાર પરિચયની જરૂર હોય. જ્યોતિષ બેજાન દારૂવાલા ટોપ ભારતીય જ્યોતિષી, માનસિક વાંચન જ્યોતિષ હતા. તેમનો જન્મ 11 જુલાઈ 1931 ના રોજ થયો હતો. દિવંગત બેજાન દારુવાલા ભગવાન ગણેશજીના ઉપાસક અને પરમ ભક્ત હતા. જ્યોતિષ ક્ષેત્રમાં તેમનું માર્ગદર્શન સચોટ ગણાતું હતું અને તેમને સંખ્યાબંધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. બેજાન દારૂવાલા માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરમાં અગ્રગણ્ય અને ખ્યાનામ જ્યોતિષી હતા. કોરોના મહામારીનું સંક્રમણ ભારત સહિત વિશ્વભરમાં ઝડપી બન્યું તે સમયે દારુવાલાએ આગાહી કરી હતી કે, કોરોના કપરો કાળ છે..