AC ને પણ ફેલ કરી નાખે, એવાં સફેદ પેઇન્ટની શોધ કરવામાં આવી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.

ઉનાળાના દિવસોમાં ACની વધુ જરૂર પડે છે. એસીના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે કે પર્યાવરણને નુકસાન કર્યા વિના ગરમીથી પોતાને કેવી રીતે બચાવવું. આવી સ્થિતિમાં એક પેઇન્ટ શોધવામાં આવ્યો છે, જેનો ઉપયોગ કર્યા પછી તમને ગરમી બિલકુલ નહીં લાગે. જો તમે આ પેઇન્ટ તમારા ઘરમાં લગાવો છો, તો ACને સંપૂર્ણપણે ભૂલી જાશો. 

મીડિયામાં પ્રસારિત થયેલા એક અહેવાલ મુજબ, પેરુ યુનિવર્સિટીના સંશોધકોએ આવા સફેદ રંગની શોધ કરી છે. આ વિશ્વનો સૌથી સફેદ રંગ છે. જેનો ઉપયોગ કરીને આપણને ACની જરાય જરૂર નહીં પડે. તે સસ્તો અને પર્યાવરણલક્ષી છે.

મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

સંશોધકોએ જણાવ્યું છે કે આ નવો પેઇન્ટ સૂર્યના 98.1 ટકા કિરણોને પરાવર્તિત કરે છે, જેના કારણે ઘરની ઇમારતોમાં તાપમાન ઘણું ઓછું થાય છે. એર કન્ડીશનીંગ વગર પણ તમે સરળતાથી તમારા ઘરમાં રહી શકો છો. નિષ્ણાતોનું કહેવું છે કે આ પેઇન્ટ આપણને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે.

આ બાબતે પર્ડ્યુ યુનિવર્સિટીના પ્રોફેસર શાલીન રુઆને જર્નલમાં જણાવ્યું હતું  કે જો કોઈ વ્યક્તિ લગભગ 1,000 ચોરસ ફૂટની છત પર આ પેઇન્ટનો ઉપયોગ કરે છે, તો તે 10 કિલોવોટ જેટલી ઠંડી મેળવી શકે છે. પરીક્ષણ દરમિયાન આ પેઇન્ટ ખૂબ જ સારો અને શાનદાર રહ્યો છે. આ સંશોધન 15 એપ્રિલ 2021 ના ​​રોજ એસીએસ જર્નલ એપ્લાઇડ મટિરિયલ્સ એન્ડ ઇન્ટરફેસમાં પ્રકાશિત થયું છે.

શું તમને ખબર છે ડોક્ટર ઓપરેશન વખતે લીલા કપડાં કેમ પહેરે છે? જાણો અહીં
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More