ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
07 મે 2020
સરકારે વિવિધ પ્રકારના મોટર વાહન અધિનિયમ અને સેન્ટ્રલ વેહિકલ નિયમો હેઠળ ફરજિયાત એવા તમામ દસ્તાવેજોની માન્યતા 30 જૂન સુધી વધારી દીધી છે. હાલ લોકડાઉનને કારણે અવર-જવર પર પ્રતિબંધ અને કચેરીઓ બંધ હોવાથી દસ્તાવેજો નું રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ શક્ય નથી. આવી હાલતમાં જેમના વાહન દસ્તાવેજો ફેબ્રુઆરી થી 30 જૂન 2020 વચ્ચે સમાપ્ત થાય છે તેની માન્યતા વધારી દેવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં વાહન ચલાવતી વખતે 4 પેપર હોવા જરૂરી છે. 1)ડ્રાઇવિંગ લાઇસન્સ 2) રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ 3) ઈનસુરન્સ સર્ટીફીકેટ અને 4) પોલ્યુશન સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આ તમામને તમે મોબાઈલમાં ડિજિટલ હાર્ડ કોપી પણ રાખી શકો છો. નવા ટ્રાફિક કાનૂન લાગુ થયા બાદ તમામ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. દા.ત. અગાઉ ખૂબ ઝડપે વાહન ચલાવવા બદલ 400 રૂપિયા દંડ લેવામાં આવતો હતો જે હવે 2000 રૂપિયા સુધી વધારી દેવાયો છે..