ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 જુલાઈ 2020
સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' 4 મહિના બાદ કોરોનાનાં ખોફની વચ્ચે ફરી એક વખત શરૂ થઇ ગયો છે. આ શો લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉ ટીઆરપી ચાર્ટમાં ટોપ પર રહે છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. જોકે આ શો તેની સ્ટાર કાસ્ટને કારણે ઘણો ચર્ચામાં રહે છે પહેલાં શોનાં લીડ એક્ટર દયા બહેન એટલે દિશા વાકાણીએ આ શો છોડી દીધો હતો. હવે આ વચ્ચે ખબર આવી છે કે, શોમાં રોશન સિંઘ સોઢીનો રોલ અદા કરનાર ગુરુચરણ સિંહે પણ આ શો છોડવા જઇ રહ્યાં છે. જોકે હજુ સુધી તેનાં શો છોડવા અંગે કોઇ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
નોંધપાત્ર વાત છે કે રોશન સિંઘ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણનાં શો છોડવાની ખબર પહેલા પણ આવી હતી. પરંતુ મેકર્સે આ સમાચાર ખોટા હોવાનું જણાવ્યું હતું. જોકે હવે સ્થાનિક અખબારના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે ગુરુચરણ સિંહ સોઢી આ શો છોડી ચુક્યોછે. રિપોર્ટ પ્રમાણે, લોકડાઉન બાદ ફરી શૂટિંગ શરૂ થયુ પણ તે સેટ પર પરત ફરયા આવ્યા નથી.
આ બધાની વચ્ચે એવા પણ સમાચાર છે કે શાહરૂખ ખાન સાથે કામ કરી ચૂકેલો એક્ટર બલવિન્દર સિંહ સુરીને સોઢીના રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સ સાથે તેમની વાત ચાલી રહી છે. જો બધુ જ બરાબર રહ્યું તો બલવિંદર તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં આગામી એપિસોડમાં નજર આવી શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com