દયાભાભી બાદ હવે રોશન સિંઘ સોઢીએ છોડ્યો ‘તારક મહેતા’ શો, જાણો કોણ બનશે નવો સોઢી?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

31 જુલાઈ 2020

સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' 4 મહિના બાદ કોરોનાનાં ખોફની વચ્ચે ફરી એક વખત શરૂ થઇ ગયો છે. આ શો લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉ  ટીઆરપી ચાર્ટમાં ટોપ પર રહે છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. જોકે આ શો તેની સ્ટાર કાસ્ટને કારણે ઘણો ચર્ચામાં રહે છે પહેલાં શોનાં લીડ એક્ટર દયા બહેન એટલે દિશા વાકાણીએ આ શો છોડી દીધો હતો. હવે આ વચ્ચે ખબર આવી છે કે, શોમાં રોશન સિંઘ સોઢીનો રોલ અદા કરનાર ગુરુચરણ સિંહે પણ આ શો છોડવા જઇ રહ્યાં છે. જોકે હજુ સુધી તેનાં શો છોડવા અંગે કોઇ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.  

નોંધપાત્ર વાત છે કે રોશન સિંઘ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણનાં શો છોડવાની ખબર પહેલા પણ આવી હતી. પરંતુ મેકર્સે આ સમાચાર ખોટા હોવાનું જણાવ્યું હતું. જોકે હવે સ્થાનિક અખબારના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે ગુરુચરણ સિંહ સોઢી આ શો છોડી ચુક્યોછે. રિપોર્ટ પ્રમાણે, લોકડાઉન બાદ ફરી શૂટિંગ શરૂ થયુ પણ તે સેટ પર પરત ફરયા આવ્યા નથી. 

આ બધાની વચ્ચે એવા પણ સમાચાર છે કે શાહરૂખ ખાન સાથે કામ કરી ચૂકેલો એક્ટર બલવિન્દર સિંહ સુરીને સોઢીના રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સ સાથે તેમની વાત ચાલી રહી છે. જો બધુ જ બરાબર રહ્યું તો બલવિંદર તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં આગામી એપિસોડમાં નજર આવી શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More