ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
જો તમે ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું છે અને કોઈ કારણથી ટિકિટ કેન્સલ કરવી છે, તો ટિકિટ કેન્સલ કરવા પહેલા આ નિયમનું પાલન કરવાથી તમારા પૈસા બચી જશે. ટિકિટ કેન્સલ કરવા પહેલા તમારે સમયનું બહુ ધ્યાન રાખવું પડશે. ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલા બુક કરેલી ટિકિટ રદ કરી તો તમને અમુક ટકા જ રિફંડ મળશે. જો 30 મિનિટથી ઓછો સમય બાકી બચ્યો છે અને ટિકિટ કેન્સલ કરવી છે, તો તમને એક પણ પૈસો પાછો મળશે નહીં.
રિર્ઝેશન કલાસ અને ટાઈમિંગના હિસાબથી કેન્સલેશન ચાર્જ અલગ-અલગ હોય છે. એવામાં કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પર તમને કેટલું રિફંડ મળશે તેની પૂરી માહિતી erail.inથી પણ મેળવી શકો છો. erail.inના હોમ પેજ પર રિફંડનું સેકશન છે, જેમાં રિફંડને લઈને પૂરી ગાઈડલાઈન આપી છે. અહીં વિઝિટ કરવાથી ટિકિટ કેન્સલ કરવાને લઈને તમામ વિગતો જાણવા મળી શકે છે.
રેલવેના નિયમ મુજબ કન્ફર્મ ટિકિટ છે અને રિઝર્વેશન કેન્સલ કરવું છે. તો ટ્રેન છૂટવાને 4 કલાકથી ઓછો સમય બચ્યો છે. તો રિફંડના નામ પર કંઈ નહી મળે. 4 કલાકથી વધુ સમય બચ્યો હોય અને ટિકિટ કેન્સલ કરી તો 50 ટકા સુધીનું રિફંડ મળે છે. જો ટ્રેન છૂટવાના 12 કલાક પહેલા અને 48 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે છે તો રેલવે દરેક પેસેન્જરને ટિકિટ મૂલ્યનું ન્યૂતમ 25 ટકા અથવા ટિકિટ કેન્સલ કરવા પર પ્રતિ પેસેન્જર 60 રૂપિયામાંથી જે પણ વધુ હોય તેનો ચાર્જ લે છે.
સેકન્ડ કલાસની ટિકિટ માટે અલગ નિયમ છે. જેમાં ટિકિટ કન્ફર્મ છે અને ટ્રેન ચાલુ થવાના 48 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે છે તો ટિકિટ કેન્સલ કરવા પર પ્રતિ પેસેન્જર 60 રૂપિયા, સેકન્ડ ક્લાસ સ્લીપર પર 120 રૂપિયા, એસી-3 પર 180 રૂપિયા, એસી-2 પર 200 રૂપિયા અને ફર્સ્ટ એસી એક્ઝીક્યુટીવ ક્લાસ પર 240 રૂપિયાનો ચાર્જ કપાય છે.
સ્લીપર કલાસમાં રિઝર્વેશન કરાવ્યું છે. ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં છે. અથવા આરએસી છે તો ટ્રેન ચાલુ થવાના 30 મિનિટ પહેલા જ ટિકિટ કેન્સલ કરવી પડે છે. 30 મિનિટ પહેલા ટિકિટ કેન્સલ કરવા પર રેલવે પ્રતિ યાત્રી 60 રૂપિયાનો ચાર્જ વસૂલ કરે છે.