ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતના સ્ટેન્ડને લઈને દેશ-વિદેશમાં ઘણી ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે ભારત બેમાંથી એકેય દેશને ખુલ્લેઆમ સમર્થન કરતું નથી. યુક્રેન સંકટ વચ્ચે ભારતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે ફોન પર વાત કરી અને યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની અપીલ કરી.
યુક્રેન પર રશિયાના હુમલા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કરાયેલા ઠરાવ પર વોટિંગથી પણ ભારતે પોતાને દૂર રાખ્યા હતા. એક તરફ જ્યાં સમગ્ર યુરોપ અને પશ્ચિમી દેશો રશિયાની વિરુદ્ધ થઈ ગયા છે ત્યાં ભારત હજુ પણ પોતાની સ્થિતિ તટસ્થ રાખી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે એવા કયા કારણો છે જેના કારણે ભારત ઇચ્છે તો પણ રશિયા સામે ન જઇ શકે? એવા કયા કારણો છે જેના કારણે ભારત રશિયાનો વિરોધ કરી શકતું નથી?
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સો.મીડિયા પ્લેટફોર્મની રૂસ પર ડિજિટલ સ્ટ્રાઇક, જાણો વિગતે
ભારત એક જ સમયે બંને પક્ષે પોતાનું સમર્થન વ્યક્ત કરી શકે નહીં. આ જ કારણ છે કે ભારતે આ સમગ્ર મામલામાં કોઈ દેશનું નામ નથી લીધું અને તે દર્શાવે છે કે ભારત રશિયાની વિરુદ્ધ નહીં જાય. જાે અમેરિકા રશિયા પર પ્રતિબંધ લાદે છે તો ભારત માટે રશિયા પાસેથી શસ્ત્રો આયાત કરવામાં કેટલાક પડકારો આવી શકે છે. અમેરિકા ભારત પર રશિયા પાસેથી હથિયાર આયાત ન કરવા દબાણ વધારી શકે છે. તેની સીધી અસર ભારત અને રશિયા વચ્ચે જી-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ડીલ પર પડી શકે છે.
રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે ભારતને સંરક્ષણ પ્રણાલીના ક્ષેત્રમાં વધુ અનેક આંચકાઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી સંયુક્ત રીતે વિકસિત બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલની નિકાસ, એક સાથે ૪ યુદ્ધ જહાજાે બનાવવાની સમજૂતી, રશિયા પાસેથી Su-MKI અને MiG-29 ફાઈટર જેટની ખરીદી પર પણ અસર થઈ શકે છે. આ સિવાય બાંગ્લાદેશના રૂપપુરમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણ માટે ભારત અને રશિયાનો સંયુક્ત પ્રોજેક્ટ પણ મુશ્કેલીમાં આવી શકે છે.
ભારત માટે રશિયા સાથેના સંબંધો અને સહયોગના દાયકાઓ-લાંબા ઈતિહાસની અવગણના કરવી મુશ્કેલ છે. રશિયાએ ભૂતકાળમાં વિવાદિત કાશ્મીર મુદ્દા પર યુએનએસસીના ઠરાવોને ભારતની તરફેણમાં વીટો આપ્યો છે જેથી ભારતને દ્વિપક્ષીય મુદ્દો રાખવામાં મદદ મળી શકે. આ સંદર્ભમાં, ભારત મુદ્દાઓને ઉકેલવા માટે બિન-જાેડાણ અને સંવાદને પ્રોત્સાહન આપવાની તેની જૂની અને જાણીતી વ્યૂહરચનાનું અનુસરણ કરી રહ્યું હોય તેવું લાગે છે, જેમાં શાંતિ અને વાતચીત દ્વારા વિવાદોને ઉકેલવાનો સમાવેશ થાય છે.
યુક્રેનની વર્તમાન પરિસ્થિતિથી ભારત ભલે શાંત ન હોય, પરંતુ તે પોતાનું વલણ બદલીને યુક્રેનની તરફેણમાં ન જઈ શકે. ભારત તેની સંરક્ષણ અને ભૌગોલિક રાજકીય જરૂરિયાતોને કારણે આમ કરી શકે તેમ નથી. ભારત યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોને બહાર કાઢવાના પડકારનો પણ સામનો કરે છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે અને સફળતાપૂર્વક બહાર કાઢવા માટે, ભારતને યુદ્ધમાં સામેલ બંને દેશો તરફથી સુરક્ષાની ખાતરીની જરૂર છે. આવી સ્થિતિમાં જાે ભારતનું વલણ કોઈ એક દેશ તરફ ઝુકાવેલું જણાય તો ત્યાં હાજર ભારતીય નાગરિકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે અને ભારત પોતાના નાગરિકોની સુરક્ષાને જાેખમમાં નાખવાનું જાેખમ લેવા ઈચ્છશે નહીં.
ભારત આ મામલે વધુ સારી સ્થિતિમાં છે કારણ કે તે એવા કેટલાક દેશોમાંથી એક છે કે જેઓ યુએસ અને રશિયા બંને સાથે સારા સંબંધો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે વાત કરે છે અને વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે પણ વોશિંગ્ટનમાં અધિકારીઓ સાથે વાતચીત કરી છે. આ સિવાય મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ વાતચીત કરી છે.
જાે રશિયા ભારતના વલણમાં ફેરફાર જુએ છે, તો તે તેની રણનીતિમાં ફેરફાર કરીને ભારત પર દબાણ પણ લાવી શકે છે, જેમાં ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે એક મંચ પર ઉભા રહેવાનો સમાવેશ થાય છે. છેલ્લા બે દાયકામાં અમેરિકા સાથે ભારતના વધતા સંબંધોને રશિયાએ સ્વીકાર્યું છે, પરંતુ યુક્રેનની બાબત અલગ છે અને રશિયા ઈચ્છતું નથી કે ભારત યુક્રેનની પડખે કોઈ દેશની પડખે ઊભું રહે. એકંદરે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભારતની વિદેશ નીતિ માટે મુશ્કેલીનો પહાડ સર્જ્યો છે.