ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુલાઈ 2020
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે કોરોના ઉપચાર માટે વપરાયેલા બ્લડ પ્લાઝ્માનું દાન કર્યું છે. સંબિત પાત્રાએ ગુરુગ્રામની એક જાણીતી હોસ્પિટલમાં દાતાને પોતાનાં પ્લાઝ્મા દાન કર્યાં છે.. આ ઘટના પછી સંબંધિત પાત્રાએ એક ટવીટમાં જણાવ્યું હતું કે " વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ કાર્યકર્તાને સેવાનો મંત્ર આપ્યો છે. તેનાથી પ્રેરાઈને અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તરફથી આશીર્વાદ મેળવ્યા બાદ મેં આજે પ્લાઝ્માનું દાન કર્યું. જે લોકો કોવિડથી સ્વસ્થ છે તેવા બધાને પ્લાઝ્મા દાન આપવા હું વિનંતી કરું છું."
સંબિત પાત્રાએ કહ્યું કે "મને કોવિડ -19 નો ચેપ લાગ્યો હતો અને હવે સાજો થઈ ગયો છું. અને બીજા બધાને પણ પ્લાઝ્મા દાન કરવાની વિનંતી કરું છું. પ્લાઝ્મા થેરેપી હેઠળ, સ્વસ્થ બનતા કોવિડ -19 ના દર્દીઓ દ્વારા, દાન કરવામાં આવેલા પ્લાઝ્માથી આ રોગચાળામાં સારવાર કરવામા આવે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com