News Continuous Bureau | Mumbai
કર્ણાટક(karnataka)ના મેંગલોરમાં પૂરપાટ ઝડપે આવતી બીએમડબલ્યુ (BMW car) કારે હાહાકાર મચાવી દીધો. આ રોડ અકસ્માતનો ડરામણો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત 9 એપ્રિલનો હોવાનું કહેવાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો હાલ સારવાર હેઠળ છે. પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
Mangaluru:Driving a BMW Thrills, but many times it Kills,when the driver behind its wheel is driving rash,or intoxicated by drugs or alcohol but whatever be the case,here is an example bizarre accident which took place during the afternoon hours of 9 April 22 on the M G Road pic.twitter.com/ncVwltdxW3
— BHARAT GHANDAT (@BHARATGHANDAT2) April 9, 2022
પ્રાપ્ત જાણકારી મુજબ આ ઘટના મેંગલોરના બલ્લાલબાગ ચાર રસ્તાએ ૯મીના રોજ બપોરે ૧.૨૦ની છે. અકસ્માતનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી બેકાબૂ BMW કાર પોતાની લેનમાંથી ડિવાઈડર કૂદાવીને ઓપોઝિટ લેનમાં ઘૂસી જાય છે અને સીધી સ્કૂટી પર સવાર મહિલાને ઝપેટમાં લઈ લે છે. કારની જોરદાર ટક્કર થી સ્કૂટર સવાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. BMW કારની ટક્કર માં ઝપેટમાં આવી ગયેલા બીજા વાહનોના ડ્રાઈવર અને સ્કૂટી સવાર મહિલા હાલ સારવાર હેઠળ છે.
આ સમાચાર પણ વાંચો : ભાજપે ફરી એકવાર રચ્યો ઈતિહાસ.. વિધાનસભા બાદ હવે વિધાનપરિષદમાં પ્રચંડ જીત, આ પક્ષના સૂપડા સાફ કરી નાખ્યા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એક અન્ય મહિલા, જે રસ્તો ક્રોસ કરવા માટે ડિવાઈડર નજીક ઉભી હતી, તે BMW કારની ઝપેટમાં આવી ગઈ અને મોતના મોઢામાં ધકેલાઈ ગઈ. જોકે મહિલા બચી ગઈ. અકસ્માત બાદ તરત ત્યાં હાજર લોકોએ બીએમડબલ્યુના ડ્રાઈવરને દબોચી લીધો અને મારવા લાગ્યા હતા. આરોપ છે કે અકસ્માત સમયે BMW નો ડ્રાઈવર દારૂના નશામાં હતો. હાલ પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.