ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 જુલાઈ 2020
જાણીતું છે કે કોરોના વાયરસ શરીરમાં ઊંડે સુધી પ્રવેશી નાક, ગળા અને ફેફસાંને ચેપ લગાડે છે. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વાયરસ કાનની પાછળ આવેલા ખોપડીના મધ્યમ કાનને પણ ચેપ લગાડે છે. આમ કહી શકાય કે કાન દ્વારા પણ હવે કોરોનાના વાયરસ પ્રસરી રહયાં છે.
કોરોનાથી મૃત્યુ પામેલા ત્રણ દર્દીઓના નાના અધ્યયનમાં જણાયું કે, બે જણને તેમના કાનમાં જ નહીં, કાનની પાછળથી પણ કોરોનાના વાયરસ મળી આવ્યાં હતા. 'જોન્સ હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિન'ની ટીમના સંશોધનકારો એ આ શોધી કાઢ્યું છે. જે દર્દીઓ પર સંશોધન કરાયું હતું તેમાં 60 વર્ષનો એક પુરુષ અને એક મહિલા હતી. જ્યારે ત્રીજી, 80 વર્ષની મહિલા હતી. તેમના નમૂનાઓ સ્વેબ્સનો ઉપયોગ કરીને લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ કરતા પહેલા વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા તરીકે ઓળખાતા સોલ્યુશનમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા.
આ પહેલીવાર નથી જ્યારે કોરોના વાયરસ કાનના ચેપ અથવા કાનની સમસ્યાઓ સાથે જોડાયેલું છે. એપ્રિલ 2020 ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કોવિડ-19 પુખ્ત વયના તીવ્ર 'ઓટાઇટિસ' પ્રેરિત છે, કાનનો એક પ્રકારનો ચેપ જેમાં કાનના પડદાની પાછળ સોજો આવે અને ચેપ લાગે છે. જ્યારે 20 લક્ષણ વિહીન દર્દીઓ પરના બીજા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ચેપ લાગ્યા બાદ સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આથી નવા સંશોધકોની ટીમે ભલામણ કરી છે કે કોરોનાની ટેસ્ટ કરતી વખતે કાનની પણ સ્વોબ ટેસ્ટ કરવામાં આવે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com