News Continuous Bureau | Mumbai
સ્ટ્રોક(Stroke) પછી પહેલ વખત વૈજ્ઞાનિકો(scientists) હૃદયના કોષોની(Heart cells) સારવાર કરીને તેનું પુનજીવિત કરવામાં સફળ રહ્યા છે. હ્યુસ્ટન(Houston) ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના(University of Texas) વૈજ્ઞાનિકોએ હ્રદયની બિમારીઓને(Heart diseases) દૂર કરવા માટે કામ કરતા ઉંદરો પર તેનું સફળ પરીક્ષણ કર્યું છે. જો મનુષ્યોમાં પણ ટેસ્ટ સફળ થાય તો હજારો લોકોના જીવ બચાવી શકાશે.
આ પ્રયોગમાં સિન્થેટિક મેસેન્જર રાઈબોન્યુક્લિક એસિડ (mRNA) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનિકમાં(technique), mRNA ઈન્જેક્શન ડીએનએની(Injected DNA) 'બ્લુપ્રિન્ટ'(Blueprint) બનાવે છે, જેનો ઉપયોગ શરીરમાં પ્રોટીન બનાવવા માટે થાય છે જ્યાં પ્રોટીન આપણા કોષો બનાવે છે અને તેનું નિયંત્રણ કરે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, નવી ટેકનિકથી સ્નાયુ કોષોનું સમારકામ(Repairing muscle cells) અને પુન જીવિત કરવામાં આવ્યું હતું. mRNAs શરીરમાં પ્રોટીનનું નિર્માણ કરે છે, જે સ્નાયુઓ પર હુમલો કરતા વાયરસને(Virus) મારી નાખવામાં ઘણી હદ સુધી કામ કરે છે.
સારવારની નવી પદ્ધતિની સફળતાની આ સીડી સુધી પહેલા કોઈ પહોંચી શક્યું નથી. વિજ્ઞાન અનુસાર, હૃદયના સ્નાયુઓ(Heart muscles) ફરીથી ઉત્પન્ન થવાની શક્યતા એક ટકાથી ઓછી છે. જો આ પ્રયોગ આગળ પણ સફળ થશે તો માનવીની સારવારની નવી પદ્ધતિ વિકસાવવામાં આવશે એવો દાવો હ્યુસ્ટન યુનિવર્સિટી(University of Houston) સાથે સંકળાયેલા વિજ્ઞાની રોબર્ટ શ્વાઝે(Scientist Robert Schwartz) કર્યો છે
આ સમાચાર પણ વાંચો : કોરોના બાદ હવે માનવજાત પર બીજી મહામારીનું સંકટ- વર્લ્ડ હેલ્થ નેટવર્ક આપી આ બીમારીને લઈને ચેતવણી-જાણો વિગત
ઉંદર પર કરવામાં આવેલા આ પરીક્ષણમાં ટિશ્યૂ કલ્ચર (સજીવમાં કોષોને જીવંત રાખવાની પ્રક્રિયા) અને જીવંત ઉંદરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. YAP5SA આ ઉંદરોમાં ગેમ ચેન્જર તરીકે કામ કરતું જણાયું હતું. આ પ્રયોગમાં હૃદય રોગથી પીડિત ઉંદરમાં મ્યુટેશન જોવા મળ્યું હતું. ઇન્જેક્શનના 24 કલાકની અંદર, માયોસાઇટ(Myosite) (હૃદય માં જોવા મળતો કોષ) 15 ગણો સુધારો દર્શાવે છે.
સ્ટેમિન અને YAP5SA નામનું પ્રોટીન હૃદયના કોષોને (કાર્ડિયોમાયોસાઇટ્સ)(Cardiomyocytes) સક્રિય કરે છે. તે તે સ્નાયુઓને પુનર્જીવિત કરે છે જેમની કામ કરવાની ક્ષમતા નહિવત્ છે. સ્ટેમિન ઇન્જેક્શન સ્ટેરોઇડ્સ(Stemin injection steroids) નામની દવાઓના ગ્રુપની છે.