News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા(PM Narendra Modi's Mother) હીરાબા(Hiraba) આજે જન્મદિવસ(Birthday) છે. હીરાબાએ આજે 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની 100 વર્ષની ઉંમરે પણ તેમને એકે બીમારી નથી અને તેમનું સ્વાસ્થ્ય(Health) કોઈ યુવાને પણ શરમાવે એવું છે. હીરાબાના આ સ્વાસ્થ્યનું રહસ્ય જાણવા જેવું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ(Prahlad Modi) એક મીડિયા હાઉસને જણાવ્યા મુજબ હીરાબાનો કઠોર પરિશ્રમ(Hard work) તેમજ સારા અને હકારાત્મક વિચારોને(Positive Thinking) કારણે જ તેઓ આ ઉંમરે પણ અત્યંત સ્વસ્થ છે. તેઓ કોઈપણ પ્રકારની દવા લેતા નથી.
પ્રહલાદ મોદીના કહેવા મુજબ તેમની માતા બહારનું કોઈ પણ પ્રકારનું ભોજન લેતાં નથી.બને ત્યાં સુધી તેઓ ચણા ખાતા હતા, પરંતુ કોઈ નાસ્તો કરતાં નહોતાં. 'અવિરત પરિશ્રમ'(Relentless hard work) એ તેમના મુદ્રાલેખ જેવું છે. વડનગરમાં(Vadnagar) એક જ કૂવામાંથી તેઓ રોજ પાણી લઈ આવતા હતા. આ કૂવો અમરકોટ દરવાજા(Amarkot gates) પાસે અમથેર માતાના મંદિરની(Amther Mata Temple) પાછળના ભાગમાં એક ઠાકોરનું ખેતર હતું, ત્યાં આવેલો હતો, ત્યાંથી તેમના માતા દિવસમાં ઓછામાં ઓછી બે વખત પાણીની હેલ ભરીને લાવતાં હતાં, જેમાં 15 ફૂટનો ઢાળ પણ ચડતાં હતાં.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય સંદર્ભે આવ્યા મોટા સમાચાર
એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે સતત પરિશ્રમી અને સાદું જીવન જીવવાને કારણે તેમની તંદુરસ્તી આજે તેમના તમામ બાળકો કરતાં પણ સારી છે. તેઓ સાદગીભર્યું જીવન જીવે છે. તેમના સાદગીભર્યા જીવનની અસર હેઠળ તમામ ભાઈઓ પણ સાદગીભર્યું જીવન જીવે છે. અમે પણ પરિશ્રમ કરીને જ અમારો જીવનનિર્વાહ ચલાવીએ છીએ. હાલમાં હીરાબા પોતાનાં અંગત અને જરૂરી કામ જાતે જ કરે છે.'
હીરાબાનાં પરિવારજનોના કહેવા મુજબ 'હીરાબાનો સ્વભાવ આજે પણ ધાર્મિકતાવાળો(Religious) છે. હાલ તેઓ જમવાના સમયે જ રૂમની બહાર આવે છે અને ક્યારેક હીંચકા પર બેસે છે.