ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
નાગપુરના ૭૭ વર્ષના એક ગૃહસ્થે પોતાની પત્ની, બે પુત્રો અને પુત્રી વિરુધ્ધ નોંધાવેલી પિટીશનની સુનાવણી દરમ્યાન ન્યામયૂર્તિઓએ એવી ટીપ્પણ કરી હતી કે 'વૃધ્ધાવસ્થા એક મોટી સામાજિક સમસ્યા બની ગઈ છે અને વડીલોની સુરક્ષા અને એમની દેખભાળ પર વધુ ધ્યાન આપવાની જરૃર છે.' 'પરિણામે, ઘણાં વૃધ્ધો અને એમાંય ખાસ કરીને વિધવા સ્ત્રીઓને જીવનના છેલ્લા વરસો એકલા વીતાવવાની ફરજ પડે છે. એમની લાગણીઓની ઉપેક્ષા થાય છે અને એમને કોઈ પ્રકારનો શારીરિક તથા આર્થિક સપોર્ટ નથી અપાતો. મા-બાપ ૧૯૭૩ના ક્રિમીનલ પ્રોસજર કોડ હેઠળ સંતાનો પાસેથી ભરણપોષણ માગી શકે છે પણ એ માટેની પ્રોસીજર લાંબો સમય માગી લેતી અને ખર્ચાળ છે. એટલે માતા- પિતા ભરણપોષણનો દાવો કરી શકે એ માટે કાયદામાં સરળ, સૌથી અને ઝડપી જાેગવાઈઓ રાખવાની જરૃર છે.' એમ ડિવીઝન બેન્ચે વધુમાં જણાવ્યું હતું. મેઈનટેનન્સ ટ્રિબ્યુનલના ચુકાદામાં વૃધ્ધ અરજદારને એમના સંતાનો પાસેથી ભરણપોષણ અપાવાનો ઈન્કાર કરાયો હતો અને એમણે પોતાની પત્ની અને સંતાનોને પોતાની પ્રોપર્ટી આપવા ૧ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ કરેલી ગિફટ ડીડ રદ કરવાની એમની વિનંતી પણ ફગાવી દેવાઈ હતી. આ ચુકાદાને વડીલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.સંયુક્ત કુટુંબની નામશેષ થતી જતી પ્રથા વિશે ચિંતા દર્શાવી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું હતું કે ઘણાં બધા વરિષ્ઠ નાગરિકો (સિનીયર સિટીઝન)નો જુદા થયેલા એમના સંતાનો દ્વારા સંભાળ નથી લેવાતી. ન્યાયમૂર્તિઓ મહેશ સોનક અને પુષ્પા ગનેડીવાલાની ડિવીઝન બેન્ચે એવો ચુકાદો આપ્યો હતો કે સિનીયર સિટીઝનોની એમના કુટુંબીજનો વિરુધ્ધની ફરિયાદોના નિરાકરણ માટે નિમાયેલા મેઈનટેનન્સ ટ્રિબ્યુનલ્સ જાે સંતાનો ૨૦૦૭ના મેઈન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનીયર સિટીઝન્સ એક્ટ અન્યો વડીલોની સંભાળ ન લેતા હોય તો એમના દ્વારા બાળકોને ઉપહારમાં અપાયેલી પ્રોપર્ટીઝની ડીડ રદ કરી શકે છે.
રાજસ્થાન માં ટેનશન, જયપુરમાં દ.આફિકાથી આવેલા પરિવારના ૪ સભ્યો કોરોના પોઝિટિવ.