News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયોને લઇને ચર્ચામાં છે. જેમાં તેઓ લોકસભામાં NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે વાતચીત કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, જેના પર થરૂરે પ્રતિક્રિયા આપી છે. શશિ થરૂરે ટ્વીટ કરીને જણાવ્યું કે તે અને સુપ્રિયા સુલે શું વાત કરી રહ્યા હતા.
It was a great speech by Farooq Abdullah. Must listen for everyone. @ShashiTharoor pic.twitter.com/STQe0yulxG
— Farrago Abdullah (@abdullah_0mar) April 6, 2022
શશિ થરૂર જે વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, તેમાં તેઓ અને સુપ્રિયા સુલે લોકસભામાં પોતપોતાની સીટ પર બેઠા છે અને વાત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા સદનમાં બોલી રહ્યા છે ત્યારે તેમની પાછળ બેઠેલા સુલે અને થરૂર એકબીજાની સાથે વાત કરી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેના પર ફની રીતે કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ટુ વ્હીલર ચલાવતા સમયે જો આ કરશો તો 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થશે. જાણો વિગતે
શશિ થરૂરે ટ્વિટ કરીને લખ્યું,
'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના!'
કુછ રીત ત કી ઐસી હૈ, હર એક સુબહ કી શામ હુઇ,
તુ કૌન હૈ તેરા નામ હૈ ક્યા, સીતા ભી યહાં બદનામ હુઇ
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના…
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना!
कुछ रीत जगत की ऐसी है, हर एक सुबह की शाम हुई
तू कौन है, तेरा नाम है क्या, सीता भी यहाँ बदनाम हुई
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना! @supriya_sule https://t.co/X69vWB7j3u— Shashi Tharoor (@ShashiTharoor) April 7, 2022
વીડિયો વાયરલ થયા બાદ થરૂરે ટ્વીટ કર્યું અને કહ્યું- લોકસભામાં મારી અને સુપ્રિયા સૂલે વચ્ચેની ટૂંકી વાતચીતનો આનંદ માણનારાઓને હું કહેવા માંગુ છું કે તે આગામી સ્પીકર હોવાના કારણે મને નીતિ વિષયક પ્રશ્ન પૂછી રહ્યા હતા. સુપ્રિયા ધીરે ધીરે બોલી રહ્યા હતા કારણ કે એ સમયે ફારુક સાહેબ (જે તે સમયે ગૃહમાં બોલતા હતા) તેથી મેં તેમની વાત સાંભળવા માટે આગળ જુકી વાત સાંભળવાનો પ્રયાસ કર્યો.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ ભારે છે. અવારનવાર તેમની ટ્વીટ ચર્ચામાં રહે છે. હાલમાં શશિ થરૂરના આ ટ્વીટ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.