Site icon

Shivaji Park MNS : શિવાજી પાર્કની લાલ માટીથી MNS ત્રસ્ત, અપનાવી આક્રમક ભૂમિકા, પાલિકાને આપી દીધું 15 દિવસનું અલ્ટીમેટમ…

Shivaji Park MNS : મનસેએ મ્યુનિસિપલ પ્રશાસનને ચેતવણી આપી છે કે જો દાદરના છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક મેદાનમાં ફેલાઈ રહેલી ધૂળ પર મ્યુનિસિપલ પ્રશાસન એક મહિનાની અંદર કાર્યવાહી નહીં કરે તો તેઓ મ્યુનિસિપલ ઑફિસની સામે માટી ફેંકશે.

Shivaji Park MNS Shivaji Park ground is being polluted due to the dust empire; MNS protested by giving pots filled with soil to the commissioner

Shivaji Park MNS Shivaji Park ground is being polluted due to the dust empire; MNS protested by giving pots filled with soil to the commissioner

News Continuous Bureau | Mumbai

Shivaji Park MNS : દાદરના શિવાજી પાર્ક મેદાનમાં નાખવામાં આવેલી લાલ માટીને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આક્રમક બની છે. ઉપપ્રમુખ યશવંત કિલ્લેદારે ચેતવણી આપી છે કે વોર્ડ ઓફિસના અધિકારીઓ અહીંની માટી ઉપાડે નહીંતર તમામ માટી ઉપાડીને વોર્ડ ઓફિસની બહાર ફેંકવા માં આવશે.

Join Our WhatsApp Community

Shivaji Park MNS : શિવાજી પાર્કના રહીશો ને પરેશાની 

શિવાજી પાર્કમાંથી ઉડતી ધૂળ અને કાદવના કારણે શિવાજી પાર્કના રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. આ સમસ્યાનો  ઉકેલ લાવવાની સતત માંગ ઉઠી રહી છે. MNSના સંદીપ દેશપાંડે જ્યારે કોર્પોરેટર હતા ત્યારે આ જગ્યાએ ભૂગર્ભ ટાંકીઓ દ્વારા વરસાદી પાણીના સંગ્રહનો પ્રોજેક્ટ અમલમાં મૂકીને ધૂળને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે ગ્રાઉન્ડમાં પાણીના છંટકાવ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ સમય જતાં તે પણ બંધ થઈ ગયા. શિવાજી પાર્કના પીડિત નાગરિકોએ યશવંત કિલ્લેદારની આગેવાની હેઠળ ઉત્તર વિભાગની કચેરીએ ધસી જઈને આ મેદાન પર ફેલાયેલી લાલ માટી અને તેમાંથી ઉડતી ધૂળમાંથી કાયમી આઝાદી જોઈએ છે તેવું વલણ અપનાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: Earthquake Palghar :મહારાષ્ટ્રમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી, અહીં આવ્યો ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા ?

Shivaji Park MNS : કમિટી પાર્કનું નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરશે

આ સમયે આ મેદાન પર નાખવામાં આવેલી લાલ માટી આગામી 15 દિવસમાં ઉપાડી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. દરમિયાન, શિવાજી પાર્કમાં ધૂળ નિયંત્રણ માટે IIT મુંબઈના નિષ્ણાતોની સમિતિની નિમણૂક કરવામાં આવી છે. કમિટી પાર્કનું નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરશે. આગામી 15 દિવસમાં રિપોર્ટ અપેક્ષિત છે. તેમાં આપવામાં આવેલી સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version