News Continuous Bureau | Mumbai
છત્રપતિ શિવાજી મહારાજની જગદંબા તલવાર અને કોહિનૂર હીરા બંને ચર્ચાનો વિષય બની રહ્યા છે. થોડા વર્ષો પહેલા મહારાજાના વંશજોએ ઇંગ્લેન્ડમાં રહેલી જગદંબા તલવારને મહારાષ્ટ્ર લાવવાની માંગ કરી હતી. તે જ પૃષ્ઠભૂમિમાં, રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે ખાતરી આપી છે કે મહારાજાની તલવાર ટૂંક સમયમાં એટલે કે 2024 સુધીમાં ઘરે લાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે અમે તેના માટે કેન્દ્રના સતત સંપર્કમાં છીએ.
આગામી વર્ષ 2024માં મહારાજાના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર ‘જગદંબા’ તલવાર બ્રિટનથી લાવવાના પ્રયત્નો કરી રહી છે. આ અંતર્ગત જગદંબા તલવાર એક વર્ષ માટે ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ આ તલવાર એક વર્ષ માટે જ લાવવામાં આવશે તેવું જાણવા મળે છે.
આ સમાચાર પણ વાંચો: માવઠાએ તો ભારે કરી! મહારાષ્ટ્રમાં ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી, હજુ આટલા દિવસ વરસાદ પડવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે મહારાજા પાસે કુલ ત્રણ લોકપ્રિય તલવારો છે. તેમના નામ અનુક્રમે ‘ભવાની’, ‘જગદંબા’ અને ‘તુલજા’ છે. તેમાંથી ભવાની અને તુલજા નામની બે તલવારો હાલમાં સતારા અને સિંધુદુર્ગના કિલ્લાઓમાં છે. સુધીર મુનગંટીવારે માહિતી આપી છે કે તેમણે આ મામલે યુકેના અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે. શિવરાયની વિજયની ઘોડદોડની સાક્ષીદાર અને લડાઈમાં દુશ્મનોને પાણી પિવડાવનારી જગદંબા તલવાર મહારાષ્ટ્રમાં આવવી જોઈએ, કારણ કે તે શિવરાયના પરાક્રમની સાક્ષીદાર છે. ઈન્ગ્લેન્ડના પ્રિન્સ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમણે આ તલવાર ભેટ તરીકે આપી હોવાની નોંધ છે. 1875-76માં આ તલવાર ભારતમાંથી ઈન્ગ્લેન્ડમાં ગઈ, જેને લીધે તે તલવાર આપણી પાસે આવવી જોઈએ એવી માગણી મહારાષ્ટ્રની છે.