News Continuous Bureau | Mumbai
વાળને કલર (hair color)કર્યા પછી, દેખાવ સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને તમે વધુ સ્ટાઇલિશ(stylish) દેખાવા લાગો છો. જો કે, તે વિવિધ આડઅસરોનું(side effect) કારણ બની શકે છે. ઘણી વાર તમારા વાળને કલર કર્યા પછી તરત જ આડઅસર જોવા મળે છે અને જ્યારે તમે તમારા વાળને ઘણી વખત કલર કરાવો છો ત્યારે તે ખૂબ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં જાણી લો કેટલીક આડઅસર જે વાળને કલર કર્યા પછી જોવા મળે છે.
1) ત્વચા માં ખંજવાળ
કેટલીક વાર ત્વચા ના રિએક્શન (reaction) નું કારણ વાળનો રંગ (hair color) બની શકે છે. કેટલાક સામાન્ય લક્ષણોમાં બળતરા, લાલાશ અને ખંજવાળ નો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, સલાહ આપવામાં આવે છે કે તમે તમારા વાળને રંગવાના 48 કલાક પહેલા પેચ ટેસ્ટ કરો.
2) સુકા વાળ
વાળના રંગમાં (hair color) રહેલા રસાયણોને કારણે તે વધુ પ્રોસેસ્ડ બને છે. આવી સ્થિતિમાં, રસાયણો તમારા વાળમાંથી ભેજ છીનવી લે છે, જેના કારણે વાળમાંથી ભેજ ગાયબ થઈ જાય છે અને તમારા વાળ તેની ચમક ગુમાવવા લાગે છે
3) એલર્જી
તમારા સફેદ વાળને (grey hair) છુપાવવા કે સ્ટાઈલિશ દેખાવા માટે તમે તમારા વાળને કલર (hair color) કરી શકો છો, પરંતુ તેના કારણે તમને એલર્જી થઈ શકે છે. માથાની ચામડીમાં ખંજવાળ, લાલાશ અને સોજો તેના સૌથી સામાન્ય લક્ષણો છે. આ સિવાય હળવો ખોડો, આંખો પાસે સોજો પણ થઇ શકે છે.
4) ચકામા
જે લોકોને હેર ડાઈથી (hair dye) એલર્જી હોય છે તેઓ માથાની ચામડી પર લાલ ફોલ્લીઓની ફરિયાદ કરે છે. ખાસ કરી ને ત્યાં જ્યાં ડાઇ કરવામાં આવી હોય અને કોઈપણ માથા નો કોઈ પણ વિસ્તાર કે જ્યાં ડાઇ કરવામાં આવી હોય ત્યાં આવા ચકામાં જોવા મળે છે.
5) અસ્થમા
કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે હેરસ્ટાઈલિશ (hair stylist) કે જેઓ વાળના રંગોના (hair color) સંપર્ક માં વધુ આવે છે, તેઓને ત્વચાની એલર્જી અને અસ્થમા થવાની સંભાવના વધુ હોય છે. આ વ્યવસાયિક અસ્થમા વાળના રંગો અને બ્લીચમાં વપરાતા પર્સલ્ફેટમાં PPDના વારંવાર સંપર્કમાં આવવાથી થાય છે.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ ત્વચા માટે પણ ઉત્તમ ફળ છે દાડમ; જાણો તેનાથી થતા ફાયદા વિશે