News Continuous Bureau | Mumbai
વિશ્વની સૌથી મોટી રસી નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે(Serum Institute) ભારત અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. અનેક મુશ્કેલીઓને પાર કરીને, સીરમે ઓક્સફોર્ડની(Oxford) આ રસી લોકો સુધી પહોંચાડી. પરંતુ હવે આ જ સીરમ કંપની(Serum Company) મોટી મુશ્કેલીમાં છે.
તાજેતરમાં જ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની(World Economic Forum) બેઠક મળી હતી. જેમાં વિશ્વભરના અબજોપતિ, શક્તિશાળી લોકો અહીં હાજર રહ્યા હતા. અદાર પુનાવાલાએ(adar poonawalla) પણ આ ફોરમમાં ભાગ લીધો હતો. ત્યાં તેમણે એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે અમે કોરોના રસીના(Corona vaccine) ઓછામાં ઓછા 20 કરોડ ડોઝનો નાશ કરવો પડશે. કારણ કે તે આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં એક્સપાયર થઇ જશે. આ દરમિયાન, પૂનાવાલાએ 'વૈશ્વિક રોગચાળાની સંધિ'ની(Global pandemic treaty) હિમાયત કરી અને કહ્યું કે આવી કટોકટીનો સમગ્ર વિશ્વમાં સાથે મળીને સામનો કરી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : ચિંતન શિબિર પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એક્શનમાં મોડમાં, 2024ની લોકસભા ચૂંટણી માટે લીધા આ પગલાં.. જાણો વિગતે
આગામી સમયમાં આવી કટોકટીમાં નેતાઓ વચ્ચે ચર્ચા કરવાને બદલે એક માળખું તૈયાર કરવું જોઈએ. પુખ્ત વયના લોકો માટે કોવિશિલ્ડ પછી, સીરમે 12 થી 18 વર્ષની વયના કિશોરો માટે કોવેક્સ રસીનું(Covax vaccine) ઉત્પાદન કર્યું. કંપનીએ 2 થી 11 વર્ષની વય જૂથના બાળકો માટે રસી સંબંધિત તમામ સંશોધન દસ્તાવેજો ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ને પણ સોંપ્યા છે.