ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
પોતાના અજ્ઞાન માટે વિશ્વભરમાં જાણીતી એવી અભિનેત્રી સોનમ કપૂરે ભારતીય જનતા પાર્ટીના નેતા સુધીર મુણગુટ્ટિવારને અશિક્ષિત કહેનાર નું સમર્થન કર્યું છે.
વાત એમ છે કે મહારાષ્ટ્રની અમુક યુનિવર્સિટીઓએ પોતાના સેનેટમાં સભ્ય તરીકે નીમવા માટે સમલેંગિક લોકોનું સમર્થન કર્યું અને તે માટે કાયદો પણ ઘડ્યો. આ કાયદો જ્યારે મહારાષ્ટ્રની વિધાનસભામાં પહોંચ્યો ત્યારે તેના પર ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ અર્થ મંત્રી સુધીર મુણગુટ્ટીવારે આ કાયદાનો બરાબરનો ઊધડો લીધો. તેમના આ પગલાને કારણે સમલેંગિક સમુદાયો ખિજાયા.
જોકે આ બધા વિવાદમાં આ આજ્ઞાન બાબતે જાણીતી એવી સોનમ કપૂરે પણ ઝંપલાવ્યું છે. તેણે ટ્વિટર પર સુધીરભાઉનુ અપમાન કરનારની પોસ્ટ ને સમર્થન આપ્યું.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના સુધીર મુણગુટ્ટીવાર એ વિધાનસભાના વરિષ્ઠ સદસ્ય છે અને તેમના મંતવ્યો ને ગંભીરતાથી લેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં સોનમ કપૂરે નવા વર્ષના પહેલા દિવસે 'આ બૈલ મુજે માર' જેવુ કૃત્ય કર્યું છે.