નવા વર્ષના પહેલા દિવસે સોનમ કપૂરનું ઉંબાડિયું. ટ્વીટના માધ્યમથી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ અર્થ મંત્રી ને અશિક્ષિત કહેનાર નું સમર્થન કર્યું.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

શનિવાર.

પોતાના અજ્ઞાન માટે વિશ્વભરમાં જાણીતી એવી અભિનેત્રી સોનમ કપૂરે ભારતીય જનતા પાર્ટીના નેતા સુધીર મુણગુટ્ટિવારને અશિક્ષિત કહેનાર નું સમર્થન કર્યું છે. 

વાત એમ છે કે મહારાષ્ટ્રની અમુક યુનિવર્સિટીઓએ પોતાના સેનેટમાં સભ્ય તરીકે નીમવા માટે સમલેંગિક લોકોનું સમર્થન કર્યું અને તે માટે કાયદો પણ ઘડ્યો. આ કાયદો જ્યારે મહારાષ્ટ્રની વિધાનસભામાં પહોંચ્યો ત્યારે તેના પર ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ અર્થ મંત્રી સુધીર મુણગુટ્ટીવારે આ કાયદાનો બરાબરનો ઊધડો લીધો. તેમના આ પગલાને કારણે સમલેંગિક સમુદાયો ખિજાયા.

વર્ષના પહેલા જ દિવસે દુઃખદ સમાચાર : માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ, 12 શ્રદ્ધાળુઓના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

જોકે આ બધા વિવાદમાં આ આજ્ઞાન બાબતે જાણીતી એવી સોનમ કપૂરે પણ ઝંપલાવ્યું છે. તેણે ટ્વિટર પર સુધીરભાઉનુ અપમાન કરનારની પોસ્ટ ને સમર્થન આપ્યું.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના સુધીર મુણગુટ્ટીવાર એ વિધાનસભાના વરિષ્ઠ સદસ્ય છે અને તેમના મંતવ્યો ને ગંભીરતાથી લેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં સોનમ કપૂરે નવા વર્ષના પહેલા દિવસે 'આ બૈલ મુજે માર' જેવુ કૃત્ય કર્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More