વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની આ લસણની જાહેરાત- કિસાન સંગઠનો ઉતરી આવ્યા રસ્તા પર-જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં જાહેરાતને લઈને દુનિયાભરમાં વિરોધના સમાચાર(Protest news) સામે આવી રહ્યાં છે. પાછલા દિવસોમાં જ્યાં એક તરફ ઈરાનના(Iran) મૌલવીયોએ આઇસક્રીમ(Moulaveo ice cream) ખાતી એક મહિલાની જાહેરાત(Advertisement of women) પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે દક્ષિણ કોરિયામાંથી(South Korea) એક એવી જાહેરાત સામે આવી છે, જેના પર બબાલ મચી ગઈ છે. આ બધુ ત્યારે થયું જ્યારે એક મહિલાએ લસણની જાહેરાતમાં કંઈક એવું કર્યું કે કિસાનો(farmers) ભડકી ગયા અને સંગઠનોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ. 

હકીકતમાં આ મામલો દક્ષિણ કોરિયાનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ જાહેરાતનો મુખ્ય ઉદેશ્ય લસણની ક્વોલિટી(Garlic quality) જણાવવાનો હતો, પરંતુ હવે તે અન્ય કારણોને લીધે ચર્ચામાં છે. જાહેરાતમાં એક મહિલા મોટા આકારના લસણની સાથે હતી અને તેની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. મહિલા પર આરોપ છે કે તેણે આ જાહેરાત દ્વારા અશ્લીલતા(Obscenity) ફેલાવી છે. 

આ જાહેરાતને યૂટ્યૂબ(Youtube) પર પણ અપલોડ કરવામાં આવી છે. વીડિયોમાં એક મહિલા લસણનું માસ્ક(Garlic mask) લગાવેલા એક વ્યક્તિની સાથે જોવા મળે છે. ત્યારબાદ લસણની ક્વોલિટી જણાવતા મહિલા 'વેરી થિક' અને 'હાર્ડ' જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. રિપોર્ટ પ્રમાણે ઘણા કિસાન સંગઠનોએ કહ્યું કે આ જાહેરાતમાં એગ્રીકલ્ચરલ પ્રોડક્ટને(agricultural products) એક સેક્શુઅલ ઓબ્જેક્ટની(sexual object) રીતે રજૂ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : આ સુંદરીએ યુએસમાં મિસ ઈન્ડિયા યુએસએ નો ખિતાબ જીત્યો- જુઓ ફોટોગ્રાફ

રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ કોરિયાના હોંગસેઓંગ(Hongseong) જિલ્લા તંત્ર તરફથી આ જાહેરાત યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં યૂટ્યૂબ સિવાય આ જાહેરાતને દક્ષિણ કોરિયાના ઘણા શહેરોના બસ ટર્મિમન(Bus termiman) પર દેખાડવામાં આવી. ત્યારબાદ વિવાદ વધી ગયો અને જાહેરાત વિરુદ્ધ ઘણા કિસાન સંગઠનોએ મોર્ચો ખોલી દીધો.  

જોકે આ મામલે વિવાદ વધ્યા બાદ જાહેરાતને પરત લેવામાં આવી છે. સરકાર સાથે જોડાયેલ સ્થાનિક જિલ્લા તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે આ જાહેરાતને યૂટ્યૂબ ચેનલ અને બીજા માધ્યમોમાંથી હટાવી દેવામાં આવી છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment