ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
21 જુલાઈ 2020
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસ એટલે શિવભક્તિનો મહિનો. આગામી એક મહિના દરમ્યાન ભક્તો જપ, તપ, આસ્થા, શ્રદ્ધામાં ડૂબી જશે. સામાન્ય દિવસોમાં શ્રાવણ મહિનામાં શિવલિંગના અભિષેક નો અનેરો મહિમા હોય છે. પરંતુ આ વર્ષે દુનિયામાં કોરોનાવાયરસ એ કહેર વર્તાવ્યો છે. આથી આ વર્ષે તમામ શિવ મંદિરોમાં અભિષેક નહીં થાય. ઉપરાંત રુદ્રાભિષેક-હવનનું આયોજન પણ નહીં કરવામાં આવે. શક્ય એટલું મંદિરોમાં સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે અને મેડિકલ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય એ રીતે દૂરથી માત્ર દર્શન કરી શકાય એવી વ્યવસ્થા મંદિરોમાં કરાઈ છે. તમામ મંદિરોમાં માસ્ક અને સેનીટાઇઝર નો ઉપયોગ ફરજીયાત રહેશે.
બાર જ્યોતિર્લિંગમાંના એક સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય આયોજનો થતા હોય છે. જેમાં દેશ-વિદેશના ભક્તોનું ઘોડાપૂર ઉમળતું હોય છે. પરંતુ, આ વર્ષે સઘળા કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. સોમનાથ મંદિરમાં ચાર સોમવાર, રક્ષાબંધન, શીતળાસાતમ, જન્માષ્ટમી, અગિયારસ, પૂનમ અને અમાસ જેવા ખાસ દિવસો દરમિયાન દર્શનનો સમય સવારે 7:30 થી 11:30, 12:00 થી 6:30 અને સાંજે 7:30 થી 9:15 સુધી નો રહેશે. મંદિરની બહાર પણ મોટા ટીવી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે જેથી ભક્તો બહારથી દર્શન કરી શકે.
શાસ્ત્રોના જાણકારોનું કહેવું છે કે આ વખતે કોરોનાની મહામારી એ કહેર વર્તાવ્યો છે એવા સમયે શિવ ભક્તોએ શક્ય તેટલી વાત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com