Site icon

આજથી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ, સોમનાથ મહાદેવમાં અભિષેક નહીં થાય, માત્ર દુરથી દર્શન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

21 જુલાઈ 2020

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસ એટલે શિવભક્તિનો મહિનો. આગામી એક મહિના દરમ્યાન ભક્તો જપ, તપ, આસ્થા, શ્રદ્ધામાં ડૂબી જશે. સામાન્ય દિવસોમાં શ્રાવણ મહિનામાં શિવલિંગના અભિષેક નો અનેરો મહિમા હોય છે. પરંતુ આ વર્ષે દુનિયામાં કોરોનાવાયરસ એ કહેર વર્તાવ્યો છે. આથી આ વર્ષે તમામ શિવ મંદિરોમાં અભિષેક નહીં થાય. ઉપરાંત રુદ્રાભિષેક-હવનનું આયોજન પણ નહીં કરવામાં આવે. શક્ય એટલું મંદિરોમાં સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે અને મેડિકલ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય એ રીતે દૂરથી માત્ર દર્શન કરી શકાય એવી વ્યવસ્થા મંદિરોમાં કરાઈ છે. તમામ મંદિરોમાં માસ્ક અને સેનીટાઇઝર નો ઉપયોગ ફરજીયાત રહેશે. 

બાર જ્યોતિર્લિંગમાંના એક સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય આયોજનો થતા હોય છે. જેમાં દેશ-વિદેશના ભક્તોનું ઘોડાપૂર ઉમળતું હોય છે. પરંતુ, આ વર્ષે સઘળા કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. સોમનાથ મંદિરમાં ચાર સોમવાર, રક્ષાબંધન, શીતળાસાતમ,  જન્માષ્ટમી, અગિયારસ, પૂનમ અને અમાસ જેવા ખાસ દિવસો દરમિયાન દર્શનનો સમય સવારે 7:30 થી 11:30, 12:00 થી 6:30 અને સાંજે 7:30 થી 9:15 સુધી નો રહેશે. મંદિરની બહાર પણ મોટા ટીવી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે જેથી ભક્તો બહારથી દર્શન કરી શકે.

 શાસ્ત્રોના જાણકારોનું કહેવું છે કે આ વખતે કોરોનાની મહામારી એ કહેર વર્તાવ્યો છે એવા સમયે શિવ ભક્તોએ શક્ય તેટલી વાત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version