News Continuous Bureau | Mumbai
Stock Market Opening: ભારતીય શેરબજારમાં ( Indian stock market ) આજે મિશ્ર શરૂઆત થઈ હતી. આમાં બજાર ખુલતાની સાથે જ બીએસઈ સેન્સેક્સ 100 અંક નીચે ગયો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી સપાટ થઈને 24300 ની નીચે ઘટાડો થયો હતો.
બીએસઇનો ( BSE ) સેન્સેક્સ ૮૧.૬૦ પોઇન્ટ અથવા ૦.૧૦ ટકા ઘટીને હાલ ૭૯,૯૧૫ની સપાટી પર ખૂલ્યો હતો. તો એનએસઇનો ( NSE ) નિફ્ટી માત્ર 5.60 પોઇન્ટના વધારા સાથે 24,329 પર ખુલ્યો હતો. આ રીતે માર્કેટમાં ( Stock Market ) મિશ્ર ગતિ જોવા મળી હતી.
Stock Market Opening: બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.૪૫૦ લાખ કરોડના માઇલસ્ટોનને પાર કરી ચૂક્યું હતું..
આજે બેન્ક નિફ્ટી ( Bank Nifty ) ઘટાડા સાથે ખુલ્યું હતું અને બજાર ખૂલ્યા બાદ તરત જ આમાં 52,321નો ઘટાડો થયો હતો. જોકે હવે તેમાં તીવ્ર વધઘટ જોવા મળી રહી છે, જેના આધારે તેમાં વધારો થઈને 52,656ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. બેન્ક નિફ્ટીના 12માંથી 9 શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે 3 શેરોમાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન ( Market Capitalization ) રૂ.૪૫૦ લાખ કરોડના માઇલસ્ટોનને પાર કરી ચૂક્યું હતું અને આજે તે ઘટીને રૂ.૪૫૧.૩૦ લાખ કરોડ થઈ ગયું હતું. હાલમાં બીએસઈ પર 3329 શેરના કારોબાર થઈ રહ્યા છે, જેમાં 1920 શેરોમાં તેજી જોવા મળી રહી છે. તો 1266 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 143 શેર કોઈ પણ ફેરફાર વગર કારોબાર કરી રહ્યા હતા. તો 170 શેરોમાં અપર સર્કિટ હતી અને 91 શેરોમાં લોઅર સર્કિટ સાથે ટ્રેડ થઈ હતી. 240 શેરો તેમના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર પર છે, જ્યારે 17 સમાન નીચા સ્તરે છે.
આ સમાચાર પણ વાંચો : Dividend Payout: આ 10 કંપનીઓએ ડિવિડન્ડથી રોકાણકારોના ખિસ્સા ભર્યા, આ વર્ષે સૌથી વધુ ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત.
Stock Market Opening: સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો..
સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 14 શેરોમાં તેજી જોવા મળી હતી. વધતા શેરમાં ટાટા મોટર્સ 2.03 ટકા અને ટેક મહિન્દ્રા 0.52 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યા હતા. તો એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.34 ટકા અને એમએન્ડએમ 0.33 ટકા અને ઇન્ફોસિસ 0.25 ટકા વધારો નોંધાયો હતો.
નિફ્ટીના 50માંથી 30 શેરોમાં ઘટાડો અને 19 શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે 1 શેર ફેરફાર વગર કારોબાર કરી રહ્યા હતો. આમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, વિપ્રો, એમએન્ડએમ અને ટેક મહિન્દ્રા ટોપ ગેઇનર્સમાં હતા. તો જે શેરોમાં ઘટાડો નોંધાયો હતો તેમાં ટાઈટન, શ્રીરામ ફાઈનાન્સ, ડીવીઝ લેબ્સ, અદાણી પોર્ટ્સ અને એશિયન પેઈન્ટસનો સમાવેશ થયો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)