ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરૂવાર
સોમવારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાની સીએની અંતિમ પરીક્ષાનાં પરિણામ જાહેર થયાં છે. આમાં પાસ થનાર દરેક વિદ્યાર્થીઓની સફળતા પાછળ સખત મહેનત છે. જેની પ્રેરણા અન્ય વિદ્યાર્થીઓએ લેવી જોઈએ. આવાં જ બે ભાઈ-બહેન એકસાથે સીએની પરીક્ષામાં પાસ થયાં એટલું જ નહીં રેન્ક હોલ્ડર પણ બન્યાં.
મૌરેના જિલ્લાની ૧૯ વર્ષની નંદની અગ્રવાલે ૮૦૦માંથી ૬૧૪ માર્ક મેળવીને ટૉપ કર્યું છે. જ્યારે બે વર્ષ તેનાથી મોટા ભાઈ સચિને ૧૮મી રેન્ક મેળવી છે. નંદિનીએ જણાવ્યું હતું કે અમે બંને ભાઈ-બહેન એકસાથે જ ભણતાં હતાં અને પ્રશ્નપત્રો ઉકેલીને એકબીજાના ઉત્તરો પણ તપાસતાં હતાં. જ્યારે મારો ઉત્સાહ ઓછો થાય ત્યારે મારા ભાઈનો સહયોગ મને મળતો હતો. ફાઇનલ પરીક્ષાની તૈયારી વખતે હું છ મહિના માટે સોશિયલ મીડિયાથી દૂર રહી હતી.
આસારામ બાપુ ની તબિયત ફરી બગડી, હોસ્પિટલમાં દાખલ
જ્યારે તેના ભાઈ સચિને કહ્યું હતું કે મને તો ૭૦ ટકા આવ્યા એમાં જ સંતોષ છે. મને વિશ્વાસ હતો કે મારી બહેન સારા માર્ક મેળવશે. એ નાની છે પણ બધી રીતે મારી ગુરુ છે.
આ બન્ને ભાઈ-બહેનના પિતા ટૅક્સ પ્રૅક્ટિશનર છે અને માતા ગૃહિણી છે.