Site icon

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે

IAS આરતી ડોગરાએ પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી છે. તેમની ઊંચાઈ માત્ર ૩.૫ ફૂટ છે પરંતુ તેમનું વ્યક્તિત્વ ખૂબ મહાન છે.

IAS Aarti Dogra માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ

IAS Aarti Dogra માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ

News Continuous Bureau | Mumbai
જીવનમાં સફળ થવું હોય તો માત્ર મહેનત કરવી પડે છે. કોઈ શૉર્ટકટ તમને સફળતા તરફ લઈ જતો નથી. તેથી હંમેશા મહેનત કરો, તમને ચોક્કસ સફળતા મળશે. આવું જ કંઈક IAS આરતી ડોગરાએ કર્યું. તેમણે કોઈપણ બીજી વસ્તુ પર ધ્યાન આપ્યું નહીં. તેમણે માત્ર પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જેનાથી તેમને સફળતા મળી. આરતી ડોગરાની ઊંચાઈ માત્ર ૩.૫ ફૂટ છે, પરંતુ તેમ છતાં તેમણે આ બાબતને અવગણી અને સખત મહેનત કરી. તેનું જ ફળ તેમને મળ્યું અને તેમણે UPSC પરીક્ષા પાસ કરી.આરતી ડોગરાએ ૨૦૦૬માં UPSC પરીક્ષા પાસ કરી. તેમણે પહેલા જ પ્રયાસમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી. તેમની આ યાત્રા દરેક માટે પ્રેરણાદાયક છે. તેમની આ સફળતાને કારણે અનેક લોકોને UPSC પરીક્ષા આપવાની પ્રેરણા મળી છે.

કોણ છે IAS આરતી ડોગરા?

આરતી ડોગરા મૂળ ઉત્તરાખંડના દેહરાદૂનના રહેવાસી છે. તેઓ અન્ય બાળકો કરતાં અલગ હતા. તેમની ઊંચાઈ માત્ર ૩.૫ ફૂટ હતી. તેઓ સૌથી નાના બાળકોમાંના એક હતા. ઘણા લોકો તેમની મજાક ઉડાવતા. પરંતુ તેમ છતાં તેમને બહુ ફરક ન પડ્યો. તેમણે પોતાની મહેનતથી આ બધાને જવાબ આપ્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mercury Transit: ઓક્ટોબર મહિનામાં બુધના ગોચરથી આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે ખુશી,રોકાણથી મળશે લાભ

માતા-પિતાની મદદથી રચ્યો ઇતિહાસ

આરતીના પિતા કર્નલ રાજેન્દ્ર ડોગરા છે, જ્યારે માતા કુમકુમ ડોગરા શાળામાં આચાર્ય છે. તેમના માતા-પિતાએ તેમને ક્યારેય એકલા પડવા દીધા નહીં. તેમણે હંમેશા બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા. આ જ સપોર્ટને કારણે તેમને સફળતા મળી.આરતીનું શાળાકીય શિક્ષણ દેહરાદૂનથી થયું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને પ્રશાસનિક સેવામાં જોડાઈને દેશસેવા કરવાની ઇચ્છા હતી. તેથી તેમણે UPSC પરીક્ષાની તૈયારી કરી. તેમની મહેનતનું ફળ તેમને મળ્યું. તેમણે પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી.

Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Exit mobile version