ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુલાઈ 2020
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોરોના રોગચાળાને લઈને લાગુ કરાયેલાં દેશવ્યાપી લોકડાઉનને પગલે સરકારને દેશભરની ખાનગી શાળાઓમાં ત્રણ મહિનાની ફી માફ કરવાના આદેશ આપવા બાબતની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અરજદારોને કહ્યું કે જે તે રાજ્યોની ઉચ્ચ અદાલતો સમક્ષ પોતાની ફરિયાદ કરવાની સૂચના આપી હતી.
મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે, ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયાધીશ એ.એસ. બોપન્નાની ડિવિઝન બેંચે સુશીલ શર્મા અને અન્યની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે શાળા ફીનો મુદ્દો સંબંધિત રાજ્યોની ઉચ્ચ અદાલતો સમક્ષ ઉઠાવવો જોઇએ. આ અરજી દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, ગુજરાત, પંજાબ, ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પેરેંટલ એસોસિએશનો વતી કરવામાં આવી હતી, ન્યાયમૂર્તિ બોબડેએ કહ્યું, "અમારી સમસ્યા એ છે કે દેશભરની શાળાઓ માટે એક જ ફીની રકમનો નિર્ણય કોણ લેશે? કેમકે દરેક રાજ્ય, દરેક જિલ્લામાં જુદી જુદી સમસ્યાઓ હોય છે.
અરજદારોએ ફી કરતાં શાળાઓની મનફાવે તેમ ફી વધારા પર લગામ લગાવવાની અપીલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન ઘણી ખાનગી શાળાઓ દ્વારા સંપૂર્ણ ફી વસૂલવામાં આવી હતી અને વાલીઓ ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શાળાઓ ઓનલાઇન વર્ગના નામે પૂર્ણ ફી વસૂલતી હોય છે, જ્યારે અનેક રાજ્ય સરકારોએ જણાવ્યું છે કે શાળાઓમાં, તાળાબંધીના સમયગાળા દરમિયાન ફક્ત ટ્યુશન ફી જ લઈ શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com