201
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વૈદ્યનાથ મંદિરની બહાર ભીખ માગીને ગુજરાન ચલાવનારા બાબુરાવ નાઇકવાડેના ઘરમાં ચોરી થઈ છે. તેણે આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે ભીખ માગીને 1 લાખ ૭૨ હજાર રૂપિયા ભેગા કર્યા હતા. આ પૈસા ચોર પોતાની સાથે લઈને નાસી ગયો હતો. ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકમાં ચોરને પકડી પાડ્યો.
આ ચોર પાસેથી ચોરાયેલા તમામ પૈસા પાછા મળી ગયા છે.
You Might Be Interested In