ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 ઓગસ્ટ 2020
બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ ચાલી રહેલી દેશવ્યાપી ચર્ચાની વચ્ચે આજે કેસ સીબીઆઇને સોંપવાની વિનંતી બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કેન્દ્ર સરકારને કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે, આજે સવારે સુશાંત સિંહ રાજપૂતના પિતાની સાથે બિહારના ડીજીપીએ વાતચીત કરી. તેઓએ CBI તપાસની વાત પર સહમતિ દર્શાવી. ડીજીપીએ જ્યારે તેની જાણકારી આપી, ત્યારે CBI તપાસની ભલામણ કરવામાં આવી. આગળ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સુશાંતના પિતાજીએ એફઆઈઆર નોંધાવી હતી, તેના આધારે બિહાર પોલીસ તપાસ કરી રહી હતી. પરંતુ તમામ જગ્યાએથી એ માંગ થઈ રહી હતી કે મામલાની સીબીઆઈ તપાસ થાય. અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે સુશાંતના પિતાજી ઈચ્છે તો સીબીઆઈ તપાસ કરાવીશું. આજે તેઓએ સહમતિ દર્શાવી, ત્યારબાદ ભલામણ કરવામાં આવી. આજે જ આ પ્રસ્તાવ મોકલવામાં આવશે.
તો બીજી બાજુ સુશાંત સિહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે મુંબઈ પોલીસ પર તપાસમાં સહયોગ ન આપવાનો અને તેમાં બાધા ઉત્પન્ન કરવાનો આરોપ લગાવ્યો છે. વિકાસ સિંહે કહ્યું કે મુંબઈ પોલીસ તપાસમાં ખલેલ સર્જી રહી છે. પહેલીવાર એવું થયું છે કે તપાસ અધિકારીને કામ કરવા દેવાતું નથી. એવામાં આરોપીને ફાયદો મળે છે.
નોંધનીય છે કે સુશાંત 14 જૂન 2020એ પોતાના મુંબઈના ફ્લેટમાં મૃત મળ્યો હતો. 15 જૂને તેના અંતિમ સંસ્કાર થયા. પોલીસના અનુંસાર સુશાંતે ફાંસી ખાઈને આત્મહત્યા કરી છે. જ્યારે પોલીસ આ તપાસમાં જોડાઈ છે કે આખરે એવું શું થયું કે સુશાંતે આ પગલું ભર્યું, સુશાંતના પિતા અભીનેત્રી રિયા ચર્કવર્તીની વિરુદ્ધ એફઆઈઆર કરાવી ચૂક્યા છે. આ એફઆઈઆરમાં તેણે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે રિયાએ આ આરોપોને ફગાવી દીધા છે અને આ કેસ પટણાથી મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. રિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી થશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com