ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓગસ્ટ 2020
બોલીવુડ અભિનેતા સુશાંતસિંઘ રાજપૂતની આત્મહત્યા કેસ અને તેની સાથે જોડાયેલો વિવાદ હવે રાજકીય બની ગયો છે. સમગ્ર કેસ સીબીઆઈને સોપવા માટે બિહારની નીતિશકુમાર સરકારે કરેલી ભલામણ સ્વીકારવા કેન્દ્રએ તૈયારી દર્શાવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ જાણકારી સુપ્રીમ કોર્ટને આપી હતી. કેન્દ્રના વકીલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યુ હતું કે, બિહાર સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી, કેન્દ્રએ આનો સ્વીકાર કરવાનો ફેંસલો કર્યો છે. એટલા માટે આ ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરવાની જરૂરી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એક પ્રતિભાશાળી કલાકારનું મોત થયું છે . આ મોત અકુદરતી છે. એ દુર્ઘટનાપૂર્ણ ઘટના થઇ છે. કઇ પરિસ્થિતિમાં મોત થયું છે તેની તપાસ થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી મૌખિક કરી હતી.
સુપ્રાીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને એ બાબતે ઠપકો આપ્યો હતો કે તેણે બિહાર પોલીસના અધિકારીને બળજબરીપૂર્વક ક્વોરેેન્ટાઇન કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે એ યોગ્ય સંકેત આપતું નથી. પોલીસ અધિકારી પોતાની ડ્યુટી પર ગયા હતા. તમારી તમામ કાર્યવાહી પ્રોફેશનલ હોવી જોઇતી હતી. સાક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ. તો બીજી તરફ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે એની સામે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. એણે એવો આક્ષેપ કર્યો હતો કે પટનામાં જે પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે તે રાજકારણ પ્રેરિત છે અને આ કેસમાં તપાસ કરવાનો બિહારની પોલીસને કોઈ અધિકાર નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com