ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુલાઈ 2020
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે સોમવારે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટની પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ બે કલાક તેની પૂછપરછ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને મહેશ ભટ્ટ તરફથી સુશાંતના રિયા ચક્રવર્તી સાથેના સંબંધો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફિલ્મોમાં સુશાંતને રોલ આપીને બહાર કાઢી નાખવાના આરોપો પર પણ પૂછપરછ કરી હતી.
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મહેશ ભટ્ટ બપોરે 12 વાગ્યે પોલીસ મથકે પહોંચ્યા હતા અને બપોરે 2 વાગ્યા સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે મહેશ ભટ્ટને પોલીસે બાંદ્રા પોલીસે સ્ટેશન બોલાવ્યા હતા, પરંતુ ત્યાં મીડિયાની ભીડને જોઈને પોલીસે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી હતી. હવે ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતાને પણ સ્ટેટમેન્ટ માટે બોલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 40 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, મિત્રો, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ વગેરે શામેલ છે. આ સિવાય પોલીસે સુશાંતના ડિપ્રેશનની સારવાર કરનાર 3 ડોક્ટર્સના પણ સ્ટેટમેન્ટ લીધા હતા.
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મામલે મહેશ ભટ્ટ અને કરણ જોહર સતત ટ્રોલ થઈ રહ્યા છે. સુશાંતની કારકિર્દી બગાડવા માટે કરણ જોહર પર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા સહિત ઘણા સ્ટાર કિડ્સ પણ જબરદસ્ત રીતે ટ્રોલ થઈ રહ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com