ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
પોતાનો માલ વેચવા માટે લોકો જાતજાતના તર્ક-વિતર્ક ઊભા કરતા હોય છે. એક મીઠાઈ વાળાએ એને ત્યાંની મીઠાઈ ખાવાથી કોરોના સારો થઈ જાય છે એવું ગપ્પુ ચલાવ્યું હતું. જે તેને ભારે પડ્યું છે. ખોટી અફવા ફેલાવવા બદલ પ્રશાસને તેનું લાયસન્સ જપ્ત કરી લીધું છે.
એ વાત જાણીતી છે કે કાંઇ પણ નવું બજારમાં આવે તો, એના નામની મીઠાઇ અને વાનગીઓ બજારમાં મળતી થઈ જાય છે. તમિલનાડુ કોઇમ્બતુર માં આવેલા એક મીઠાઈ વાળા એ આવી જ એક તક ઝડપવાનો પ્રયાસ કરતાં તેણે દુકાન બંધ કરવાનો વારો આવ્યો છે. આ મીઠાઈ વાળા એ દાવો કર્યો હતો કે 'એને ત્યાંનો મૈસૂર પાક ખાવાથી કોરોના સારો થઈ જાય છે. તેમજ તેણે પોતાની મીઠાઈમાં આયુર્વેદિક દવાઓ ભેળવી હોવાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને જેને કોરોના ન થયો હોય કે બીજો કોઈ રોગ ન હોય તે પણ જો એની મીઠાઈ ખાશે તો ભવિષ્યમાં બીમાર નહીં પડે' એવી વાત વહેતી કરી હતી.
આ દુકાનદાર 50 રૂપિયામાં 50 ગ્રામ મૈસૂર પાક વેંચતો હતો. એટલે કહી શકાય કે 300-350 રૂપિયે કિલો મળતી મીઠાઈના તે 1000 રૂપિયા વસૂલી ઉઘાડી લૂંટ ચલાવતો હતો. જ્યારે આ વાત કોઈમ્બત્તુર પ્રશાસનના કાન સુધી પહોંચી ત્યારે ખાદ્ય વિભાગના અધિકારીઓએ આ મીઠાઈવાળાને ત્યાં રેડ પાડી 120 કિલો મીઠાઈ જપ્ત કરી હતી અને દુકાનનું લાયસન્સ પણ રદ કરી દીધું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com