ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
વર્ષ 2007માં મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન દોરીને વિવાદ સર્જનાર સ્વીડિશ કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સનું અકસ્માતમાં મોત થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસ પ્રોટેક્શનમાં રહેતા લાર્સ પોલીસની ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા એક ટ્રક સામે અથડામણમાં તેમનું નિધન થયું છે.
સાથે જ તેમની જઈ રહેલા બે પોલીસકર્મીઓના પણ મોત થયા અને બંને ગાડીઓમાં આગ લાગી ગઈ હતી. ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં દાખલ છે.
સ્વીડિશ પોલીસે જણાવ્યું કે આ અત્યંત કરુણ બનાવ હતો. હવે અમારા માટે તે મહત્ત્વનું છે કે અમે એવી કઈ ઘટના બની હતી જેના લીથે કાર અથડાઈ હતી તે ચકાસી જોવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીશું.
ઉલ્લેખનીય છે કે આ વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત થયું ત્યારથી વિલ્ક્સ પોલીસ સંરક્ષણ હેઠળ જીવતો હતો.