ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન મનિકા બત્રા ટેબલ ટેનિસની પહેલી ખેલાડી છે, જેના નામની ભલામણ દેશના સર્વોચ્ચ ખેલ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે કરવામાં આવી છે. 1992માં શરૂ થયેલા ખેલ રત્ન માટે પ્રથમ વખત પાંચ નામોની ભલામણ કરવામાં આવી છે. સેવાનિવૃત જજ મુકંદકમ શર્માની અધ્યક્ષતાવાળી 12 સભ્યોની સમિતિએ ખેલ રત્ન માટે ટેબલ ટેનિસ ખેલાડી મનિકા ઉપરાંત ક્રિકેટર રોહિત શર્મા, એશિયન ગેમ્સના ચેમ્પિયન વિનેશ, રિયો પેરાલિમ્પિક સુવર્ણ વિજેતા મરિયપ્પન થાંગાવેલુની ભલામણ કરી છે. પાંચમું નામ હોકી ખેલાડી રાની રામપાલનું છે. રમત મંત્રાલય આ ભલામણ પર આખરી મોહર લગાવશે અને ત્યારબાદ 29 ઓગસ્ટના રોજ, રમતગમત દિવસે, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ખેલ રત્ન ઉપરાંત અન્ય રમતગમતના એવોર્ડ આપશે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લીધે પહેલીવાર રમત મંત્રાલયે ઓનલાઇન અરજીઓની હાકલ કરી હતી. આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન માટે 42 અરજીઓ આવી છે. જ્યારે અર્જુન એવોર્ડ માટે 215 અને દ્રોણાચાર્ય માટે 140, મેજર ધ્યાનચંદ એવોર્ડ માટે 81 અને રાષ્ટ્રીય રમત પ્રમોશન એવોર્ડ માટે 28 અરજીઓ આવી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com