Site icon News Continuous Bureau | Mumbai

ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રા, રોહિત શર્મા સહીત આ 4 ખેલાડીઓ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે નામાંકિત…જાણો વિગતે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 ઓગસ્ટ 2020

કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન મનિકા બત્રા ટેબલ ટેનિસની પહેલી ખેલાડી છે, જેના નામની ભલામણ દેશના સર્વોચ્ચ ખેલ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે કરવામાં આવી છે. 1992માં શરૂ થયેલા ખેલ રત્ન માટે પ્રથમ વખત પાંચ નામોની ભલામણ કરવામાં આવી છે. સેવાનિવૃત જજ મુકંદકમ શર્માની અધ્યક્ષતાવાળી 12 સભ્યોની સમિતિએ ખેલ રત્ન માટે ટેબલ ટેનિસ ખેલાડી મનિકા ઉપરાંત ક્રિકેટર રોહિત શર્મા, એશિયન ગેમ્સના ચેમ્પિયન વિનેશ, રિયો પેરાલિમ્પિક સુવર્ણ વિજેતા મરિયપ્પન થાંગાવેલુની ભલામણ કરી છે. પાંચમું નામ હોકી ખેલાડી રાની રામપાલનું છે.  રમત મંત્રાલય આ ભલામણ પર આખરી મોહર લગાવશે અને ત્યારબાદ 29 ઓગસ્ટના રોજ, રમતગમત દિવસે, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ખેલ રત્ન ઉપરાંત અન્ય રમતગમતના એવોર્ડ આપશે.  

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લીધે પહેલીવાર રમત મંત્રાલયે ઓનલાઇન અરજીઓની હાકલ કરી હતી. આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન માટે 42 અરજીઓ આવી છે. જ્યારે અર્જુન એવોર્ડ માટે 215 અને દ્રોણાચાર્ય માટે 140, મેજર ધ્યાનચંદ એવોર્ડ માટે 81 અને રાષ્ટ્રીય રમત પ્રમોશન એવોર્ડ માટે 28 અરજીઓ આવી છે.. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version