વિશ્વમાં કોરોના ની બીજી લહેરે ફરીથી લોકોને ત્રસ્ત કરી દીધા છે. પણ સાથે રાહતના સમાચાર એ છે કોરોના સંક્રમણને રોકવા માટેના રસીકરણ પર પણ ભાર મૂકવામાં આવે છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે, વેક્સિનેશન લીધા પહેલાં ના 24 કલાક ખૂબ જ અગત્યના છે અને એ ચોવીસ કલાક દરમિયાન તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો આવો જાણીએ કે શું છે એ ધ્યાન રાખવા જેવી બાબતો..
1, વેક્સિનેશન લેવા જતાં ચોવીસ કલાક પહેલાં કોઇપણ પેઇનકિલર દવા લેવી નહીં.
2, જે પણ કોઈ વ્યક્તિને દારૂ પીવાની આદત હોય તેમણે વેક્સિનેશન પહેલા દારૂ પીવો નહીં. દારૂ પીવાથી ડીહાઇડ્રેશન થાય અને એનાથી હેંગ ઓવર પણ થઈ શકે છે. જે વેક્સિન માટે નુકસાનકારક નીવડી શકે છે.
3, વેક્સિન લેવા જતા અગાઉની રાત્રે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ અગત્યની છે.
આઠ કલાકની પૂરતી ઉંઘ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે શરીર માટે ઉત્તમ ગણાય છે.
4, જો તમને બીજી કોઈ પણ બીમારી હોય તો તમારા ડોક્ટરની સલાહ વગર રસી લેવા જવું નહીં.
5, રસી લેવા જતા અગાઉ કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લેવો નહીં. સ્ટ્રેસ લેવાથી બીપી વધી જવાનો ભય રહે છે. એનાથી પ્રતિકાર શક્તિ પર વિપરીત અસર થઈ શકે છે.
6, જે વ્યક્તિને કોઈપણ પ્રકારની દવા લીધા પછી એલર્જી થતી હોય, તેમણે તેમના ડોક્ટરની સલાહ લીધા પછી જ રસી લેવા જવું કારણ કોરોનાની રસી લીધા પછી ઘણા એવા પણ કેસ આવ્યા છે કે તેમને રસી લીધા પછી એલર્જી થઈ હોય.