ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુલાઈ 2020
તમિલનાડુના શિવગંગા જિલ્લાના એક ગામમાં પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ અને દયા દર્શાવતી એક ઘટના બની છે. ઇન્ડિયન રોબિન અને તેના નવજાત બચ્ચાઓ માટે આખું ગામ 35 દિવસ સુધી અંધકારમાં રહ્યું. વાત એમ છે કે ગામના એક વીજળીના થાંભલા ઉપર સ્ટ્રીટ લાઇટ માટે સ્વીચ બોર્ડ બનાવ્યાં હતાં. આ બોર્ડ પર સલામત સ્થાન મળતાં, ઇન્ડિયન રોબિન નામનાં પક્ષીએ ઘર બનાવવાનું શરૂ કર્યું. બે દિવસ બાદ, પક્ષીએ આ માળામાં ત્રણ ઇંડા મૂક્યા. આ જોઈને ગામના એક યુવકે વોટ્સએપ ગ્રુપ બનાવી આ પક્ષીની ગતિવિધિઓ પર નજર રાખવી શરૂ કરી. સાથે જ આ પક્ષીને, બચ્ચા ઉછેરવા માટે યોગ્ય વાતાવરણ અને શાંતિ મળી રહે એ હેતુથી આખા ગામની લાઈટ બંધ રાખવાનું વિચાર્યું. આથી યુવકોએ ભેગાં મળી ગ્રામજનો અને સરપંચને સ્ટ્રીટ લાઇટ બંધ રાખવા અને બોર્ડ ઉપરનું બટન ચાલુ નહીં કરવાની વિનંતી કરી. જેથી, પક્ષીને ઇંડા ઉછેરવા યોગ્ય વાતાવરણ અને શાંતિ મળે.
એક અહેવાલ મુજબ, ગામના યુવકોએ પક્ષી અને તેના ઇંડા સુરક્ષિત રહે તે માટે ગ્રામ પંચાયતના વડાઓનો સંપર્ક કર્યો અને કહ્યું કે "જેમ કોરોના વાયરસના લોકડાઉનથી ઘણા લોકો બેઘર અને બેરોજગાર થયાં છે એ જોઈને આપણે દુઃખી છીએ. તેવી જ રીતે આ પક્ષી પણ બેઘર હોવાથી, સ્ટ્રીટ લાઈટ ઉપર ઈંડા મૂક્યાં છે. યુવકોની આવી રજૂઆત બાદ, નિર્ણય લેવાયો કે બચ્ચા માળા માંથી ઉડતાં ના થઈ જાય ત્યાં સુધી ગામની સ્ટ્રીટ લાઇટ્સ બંધ રહેશે."
આમ ગામના કેટલાક યુવકોની જીવદયા અને સુજબુજ ને કારણે ઇન્ડિયન રોબિન અને તેના 3 નવજાત બચ્ચાને જીવન મળ્યું..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com