ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 મે 2020
કેરળમાં આવેલ આ 1,248 મંદિરોને દાનમાં આવેલા સેંકડો ટન પિત્તળના વાસણ અને દીવા વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકડાઉનના કારણે દેશમાં અનેક મંદિરોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે સેવાદારોના અને મંદિરના રખરખાવ ના ખર્ચા પણ નીકળવા મુશ્કેલ હોવાથી કેરળના મંદિરો દ્વારા પોતાની આર્થિક આવક ને વધારવા બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. કેરળના મંદિરમાં ઉપયોગમાં ન આવતા વાસણ અને તાંબા પિત્તળનો સામાન વેચવા જઈ રહ્યું છે. 'અહીં મંદિરોમા રોજના આઠ થી નવ હજાર દીવાઓ અને વાસણોનું દાન આવે છે અને આ એક દિવાની કિંમત ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા વચ્ચેની હોય છે' આવા વાસણ અને દિવાને સંભાળવા અને એનું ઓડિટ કરવું મુશ્કેલ હોવાથી, આવી વિકટ પરિસ્થિતિમાં મંદિર બોર્ડ દ્વારા ન વપરાતા સામાનની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રાવણકોર દેવસ્થાન બોર્ડની ગણના દેશના સૌથી મોટા અને તવંગર ધાર્મિક બોર્ડમાં થાય છે. અહીં લગભગ 6500 કર્મચારીઓ કામ કરે છે. આ તમામ કર્મચારીઓને સરકારી કર્મચારી જેવા જ બધા લાભ, પગાર, પેન્શન, મેડિકલ આપવામાં આવે છે. આથી હાલ લોકડાઉનમાં એફડી તોડવાના બદલે આવા વાસણોની હરાજી કરી પૈસા ભેગા કરવાનું મંદિર દ્વારા નક્કી કરાયું છે..