ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
07 ઓગસ્ટ 2020
પાકિસ્તાનના કરાચીમાં બુધવારે એક રેલીમાં ગ્રેનેડ હુમલો થતાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. ભારત દ્વારા કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી તેની સામે આ વિરોધ પ્રદર્શન રેલી યોજવામાં આવી હતી. 5 ઓગસ્ટે તેની પ્રથમ વર્ષગાંઠ હતી.
ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એકની હાલત ગંભીર છે. કરાચીના આરોગ્ય અધિકારી અને કરાચી પોલીસ વડાએ જણાવ્યું હતું કે "રેલી પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. 'સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી' (એસઆરએ) નામની સંસ્થાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તે એક અલગાવવાદી સંગઠન છે અને હાલમાં જ સક્રિય થયું છે."
જૂન મહિનામાં એસઆરએ એ આ વિસ્તારમાં થયેલા અન્ય ત્રણ ધડાકાની જવાબદારી લીધી છે. જેમાં 2 જવાન સહીત 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જૂથે માંગ કરી હતી કે સિંધને કરાચીથી અલગ કરવામાં આવે. આ પ્રાંતની રાજધાની કરાચી છે. એસઆરએ એ 'બલુચિસ્તાન લિબરેશન આર્મી' સાથે જોડાણની પણ જાહેરાત કરી છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી એ એક સંગઠન છે જે દક્ષિણ પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રની આઝાદીની લાંબા સમયથી માંગ કરી રહ્યું છે…