News Continuous Bureau | Mumbai
ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ના નિર્માતા વિપુલ શાહ, દિગ્દર્શક સુદીપ્તો સેન, અભિનેત્રી અદા શર્મા તાજેતર માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ટીમે ફિલ્મ વિશે ચર્ચા કરી હતી. નિર્માતા વિપુલ શાહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફિલ્મ જોવા વિનંતી કરી. આ દરમિયાન વીર કપૂર પણ હાજર હતો.
ધ કેરળ સ્ટોરી ફિલ્મ ની ટીમે યોગી આદિત્યનાથ સાથે કરી ચર્ચા
કેરળમાં હિંદુ મહિલાઓના સામૂહિક ધર્માંતરણ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીના આધારે ‘ધ કેરળ સ્ટોરી’ની ટીમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યોગી સરકારના લવ જેહાદ અને ધર્માંતરણને રોકવાના કાયદા અંગે પણ ચર્ચા કરી હતી. અને ક્રિયાઓની પ્રશંસા કરી. સીએમ યોગી કેબિનેટની સાથે આ ફિલ્મ પણ નિહાળશે. સીએમ ઓફિસ થી બે દિવસ પહેલા કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે કે સીએમ યોગી તેમની આખી કેબિનેટ સાથે 12 મે, 2023ના રોજ લખનૌમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ જોશે.
आज लखनऊ स्थित सरकारी आवास पर 'The Kerala Story' फिल्म की टीम के साथ शिष्टाचार भेंट हुई। pic.twitter.com/bfj7sswOTU
— Yogi Adityanath (@myogiadityanath) May 10, 2023
ધ કેરળ સ્ટોરી ની વાર્તા
‘ધ કેરળ સ્ટોરી’ની વાર્તા કેરળમાં આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે ધર્મ પરિવર્તન પર આધારિત છે. ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાંથી 32,000 છોકરીઓ ગુમ થઈ ગઈ હતી અને બાદમાં આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ હતી. એક બાજુ આ ફિલ્મને સાચી વાર્તા કહીને પ્રમોટ કરી રહી છે તો બીજી બાજુ તેને મનઘડત ગણાવી રહી છે. ‘ધ કેરળ સ્ટોરી’નું નિર્દેશન સુદીપ્તો સેન કરી રહ્યા છે. આ જ ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહે કર્યું છે. ‘ધ કેરળ સ્ટોરી’માં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મહત્વની ભૂમિકામાં છે. 40 કરોડના ખર્ચે બનેલી સુદીપ્તો સેનની ‘ધ કેરાલા સ્ટોરી’ 4 છોકરીઓની વાર્તા પર આધારિત છે, જેમાં 3નું બ્રેઈનવોશ કરીને બીજા ધર્મમાં લઈ જઈને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.