ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન ૨૦૨૧
ગુરુવાર
એમેઝોન પ્રાઈમ પર ૧૯ મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘મુંબઈ સાગા’ને લઈ હવે વિવાદ જાગ્યો છે. આરએસએસના અપમાનજનક ચિત્રણ માટે ફિલ્મ મુંબઈ સાગાના લેખક, દિગ્દર્શક અને નિર્માતાને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુંબઈ સ્થિત સ્વયંસેવક મહેશ ભીંગાર્ડેએ 31 મેના રોજ આ નોટિસ મોકલીને આ ફિલ્મની સંબંધિત ઘટનાઓ અને સંવાદોને ફિલ્મમાંથી દૂર કરવા અને બિનશરતી માફી માંગવાની માંગ કરી છે.
ભીંગાર્ડેએ મોકલેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં બનેલી એક ઘટના સંઘને બદનામ કરી રહી છે અને તે સંઘ અને સ્વયંસેવકો વિશે ખોટો સંદેશ આપી રહી છે. કોઈ ભાઈના સંગઠનનો ઉલ્લેખ ફિલ્મના કલાકારોના મૌખિક સંવાદમાં થાય છે. આ ભાઈના સંગઠનના સભ્યો આરએસએસના ગણવેશમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યા છે. શરૂઆતમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે.
ભીંગાર્ડેએ મીડિયાને કહ્યું કે “આ ફિલ્મમાં સંઘનું ચિત્રણ જોઈને મને ખૂબ દુ;ખ થયું.” આ વિષે એડ્. પ્રકાશ સાલસીંગિકરે મીડિયાને જણાવ્યું હતું કે “આ ફિલ્મમાં સંઘના ગણવેશમાં સ્વયંસેવકોના ફોટા બતાવવામાં આવ્યા છે. આ સ્પષ્ટ રીતે સંઘની છબીને દૂષિત કરવાનો પ્રયાસ બતાવે છે. આ મૂવીમાં સંબંધિત ચિત્રો અને સંવાદો દૂર કરવા જોઈએ. આ સૂચના પ્રાપ્ત થયાના સાત દિવસની અંદર સંબંધિત ઘટનાઓ અને સંવાદોને ફિલ્મમાંથી દૂર થવી જોઈએ અને નિર્માતાઓ બિનશરતી માફી માગવી જોઈએ.”
જે પોલીસ ન કરી શકી તે કોરોના કરશે. અનેક મોટા નક્સલવાદી નેતાઓને કોરોના થયો…
આ બાબતે નિર્માતા, દિગ્દર્શક અને સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિના અધિકારીઓને આ નોટિસ ફટકારવામાં આવી છે.