ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
લૉકડાઉન દરમિયાન વયોવૃદ્ધમાં લોકપ્રિય થયેલી લુડો ગેમને મોબાઇલ પર ગમે ત્યાં રમી શકાય છે. આ કુશળતાની રમત નથી, પણ ભાગ્યની રમત છે, આ રમત પૈસાથી રમવામાં આવે છે. આથી આ મોબાઇલ ઍપના સંચાલન સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈ કોર્ટે આ અરજીની નોંધ લીધી છે અને સરકારને એનો ખુલાસો કરવા નિર્દેશ આપ્યો છે.
કેશવ મૂલેએ દાવો કર્યો હતો કે ઍપ્લિકેશન પર પૈસા આપીને જુગાર રમવામાં આવી રહ્યો હોવાથી એ નિયમોનું ઉલ્લંઘન છે. આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકેપોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં તેમણે મૅજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. મૅજિસ્ટ્રેટ કોર્ટે FIR નોંધવાનો ઇનકાર કરતાં કહ્યું કે લૂડો કૌશલ્યની રમત છે. આથી અરજદારોએ નિખિલ મેંગડે મારફત હાઈકોર્ટમાં ફોજદારીની અરજી કરી હતી.
એ અરજી જસ્ટિસ એસ. એસ. શિંદે અને જસ્ટિસ અભય આહુજાની બેન્ચ સમક્ષ કરવામાં આવી હતી. અરજીમાં કહેવાયું છે કે ચાર લોકો એકસાથે આવે છે અને પ્રત્યેક પાંચ રૂપિયાના દાવ સાથે આ રમત રમે છે. વિજેતાને 17 રૂપિયા મળે છે, જ્યારે ઍપ્લિકેશન ઑપરેટરોને બદલામાં 3 રૂપિયા મળે છે. લુડો જેવી રમતો જુગારમાં ફેરવાઈ રહી છે અને યુવા પેઢી તેના તરફ વધુ આકર્ષિત થઈ રહી છે. એની સમાજ પર વિપરીત અસર થઈ રહી છે.
ભાગેડુ મેહુલ ચોકસીને લેવા ગઈ છે મહારાષ્ટ્રની આ લૅડી સિંઘમ; CBIમાં ઘરાવે છે આ ઉચ્ચ હોદ્દો, જાણો વિગત
અરજદાર વતી દલીલ કરવામાં આવી હતી કે તે કુશળતાની રમત નથી, પરંતુ નસીબની રમત છે. હાઈકોર્ટે આ બાબતની નોંધ લીધી હતી અને રાજ્ય સરકારને નોટિસ આપીને એની ભૂમિકા સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો હતો અને સુનાવણી 22 જૂન સુધી મોકૂફ રાખી હતી.