અદ્ભુત! મહારાષ્ટ્રના આ જિલ્લામાં આવેલા 150 વર્ષની આયુ ધરાવતા રક્તચંદનના આ ઝાડની આંતરરાષ્ટ્રીય સ્તરે અધધધ કિંમત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021 
શનિવાર

દેશનાં જંગલોમાં આજે પણ 100 વર્ષથી વધુ આયુ ધરાવતાં અનેક ઝાડ આવેલાં છે, પરંતુ આટલી મોટી ઉંમરના ઝાડની કિંમત કરોડો રૂપિયા હશે એવું તમે માનશો? મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચાફવલી ગામના જંગલમાં એક લાલ ચંદનનું ઝાડ આવેલું છે. એની ઉંમર લગભગ દોઢસો વર્ષથી વધુ કહેવાય છે. લાલ ચંદનના ઝાડની આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ ડિમાન્ડ હોય છે. એથી એની દાણાચોરી પણ થતી હોય છે, ત્યારે ચાફવલી ગામના આ લાલ ચંદનના ઝાડની આંતરરાષ્ટ્રીય સ્તરે 100 કરોડ રૂપિયાની કિંમત માનવામાં આવે છે. એક કિલોના પાંચથી છ હજાર રૂપિયા ભાવ એના બોલાતા હોય છે.

કારના શોખીનો માટે સારા સમાચાર! હવે ભારતમાં ઓછા દરે વેચાશે આ મેડ ઇન ઇન્ડિયા ગાડી. જાણો વિગત..
ભારતમાં ખાસ કરીને તામિલનાડુ, આંધ્ર પ્રદેશના ચિત્તૂર, કડપ્પા, કુરનૂલ અને નેલ્લોર આ ચાર જિલ્લામાં રક્તચંદનના ઝાડ થાય છે, ત્યારે રત્નાગિરિ જિલ્લામાં આ ઝાડ ક્યાંથી આવ્યું એનો જવાબ આજ સુધી ગ્રામવાસીઓ જાણી શક્યા નથી. ગામના એક રહેવાસીના કહેવા મુજબ 30-40 વર્ષ પહેલાં ગામમાં બળદ બીમાર પડતા તો કાતકરી સમાજના લોકો આ ઝાડના થડની છાલ કાઢીને બળદને આપતા. બળદ તરત સાજા થઈ જતા હતા, ત્યારથી આ ઝાડ ઔષધીય ગુણ ધરાવતું હોવાનું માનીને એના તોડવા પર ગ્રામવાસીઓએ પ્રતિબંધ મૂકી દીધો હતો. પાંચેક વર્ષ પહેલાં ઝાડનો ગર કાઢીને સંશોધન કરવામાં આવ્યું હતું ત્યારે એ ઝાડ રક્તચંદનનું હોવાનું જણાયું હતું. આ ઝાડ લગભગ 30 મીટર ઊંચું, 17થી 18 ફૂચ જેટલુ પહોળું છે. ઝાડ અત્યંત કીમતી હોવાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ એની સુરક્ષા પાછળ ધ્યાન આપવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે રક્તચંદનનો ઑસ્ટ્રેલિયા,જાપાન, સિંગાપોર, ચીન જેવા દેશોમાં મોટો વેપાર થાય છે. ઉચ્ચ શ્રેણીના દારૂમાં, મૂર્તિઓ બનાવવામાં  તેમ જ આર્યુવેદમાં દવા તરીકે એનો ઉપયોગ બહુ પ્રચલિત છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *