ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
છેવટે એવું શું છે જે સ્ત્રીને પુરુષ તરફ આકર્ષિત કરે છે? આ જટિલ કોયડાને સમજવા માટે વિશ્વભરની મોટી યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. જોકે કોઈ પણ હજી સુધી પૂર્ણ રીતે સમજી શક્યું નથી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધનમાં કેટલાક મુદ્દાઓ બહાર આવ્યા છે. જે મોટાભાગની સ્ત્રીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. કેટલીક વ્યવહારુ વાતો છે જે પુરૂષોમાં જોઈને સ્ત્રીઓ તેમના તરફ આકર્ષિત થાય છે. તો આવો વિગતવાર જાણીએ
1. રૂટર યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રી અને સૌથી વધુ પ્રખ્યાત લેખક હેલેન ઈ ફિશર કહે છે કે વિશ્વભરની મહિલાઓ પુરુષોની અભિવ્યક્તિના આધારે તેમનામાં રસ ધરાવે છે. બળજબરી કરનારા પુરુષો સ્ત્રીઓને વધુ આકર્ષક નથી લાગતા.
2. યુનિવર્સિટી ઓફ વેલ્સના વર્ષ 2010ના એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે સિલ્વર બેંટલે કોન્ટિનેન્ટલ જીટી કાર ધરાવનારા પુરુષો તરફ મહિલાઓ વધુ આકર્ષિત થાય છે
3. સ્ત્રીઓ મોટા ભાગે પોતાની ઉંમરથી વધુ ઉંમરના પુરુષોને પસંદ કરે છે. જે મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર થઈ ગઈ છે. તેમને મોટી ઉંમરના પુરુષો પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. તેવું મનોવૈજ્ઞાનિક જ્યોર્જ કલુની કહે છે.
4. તે સિવાય ન્યૂ સાઉથ વેલ્સ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ વર્ષ ૨૦૧૩ના એક અધ્યયનમાં જણાવ્યું હતું કે મહિલાઓને સૌથી વધુ આકર્ષક હલકી દાઢી ધરાવનારા પુરુષો લાગે છે. મહિલાઓને દયાળુ અને સૌમ્ય સ્વભાવ વાળા પુરુષો વધુ પસંદ પડે છે. કેટલાક અધ્યયનોમાંથી જાણવા મળ્યું છે કે મહિલાઓ એવા પુરૂષો પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. જે તેને હસાવી શકે.