News Continuous Bureau | Mumbai
ભારતમાં કોઈ પણ શુભ પ્રસંગે મીઠાઈ ખવડાવવામાં આવે છે. એ જ રીતે તમામ તહેવારોમાં પણ મીઠાઈ પર જ ધ્યાન રહે છે. આ દરમિયાન એટલી બધી મીઠાઈ ખાવામાં આવે છે કે તે બધાને નુકસાન પહોંચાડે છે. મીઠાઈઓમાં ખાંડનો ઉપયોગ મોટી માત્રામાં થાય છે અને ખાંડ કોઈ ઝેરથી ઓછી નથી. જોકે એ ધીમા ઝેરની જેમ કામ કરે છે અને ઘણી બીમારીઓનું કારણ બની જાય છે. ભલે શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવે છે, પરંતુ એને સાફ કરવા અને બનાવવાની પ્રક્રિયામાં એટલાં બધાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે કે એમાં કોઈ પોષક તત્ત્વો બચતાં નથી. જો તમે દિવાળીના અવસર પર ઘરે જ મીઠાઈની વાનગીઓ બનાવવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે ખાંડના કેટલાક એવા વિકલ્પો લઈને આવ્યા છીએ જે તમારી વાનગીનો સ્વાદ તો વધારશે જ, પરંતુ એમાં રહેલાં પોષક તત્ત્વોથી સ્વાસ્થ્યને ફાયદો થશે.
ગોળ
ગોળ બનાવવાની રીત કુદરતી છે, પરંતુ યાદ રાખો કે ગોળ જેટલો કાળો હોય એટલો શુદ્ધ હોય છે, જ્યારે ચમકતો અને લાલ ગોળ શુદ્ધ ગણાતો નથી. આવી સ્થિતિમાં માત્ર એવો ગોળ ખાવો જેનો રંગ કાળો હોય.
ખજૂર
ખજૂરમાંથી બનેલો ગોળ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એ કુદરતી રીતે પણ બનાવવામાં આવે છે અને એમાં કોઈ રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખાવાની પણ મજા આવે છે.
મધ
કાચું મધ ખાંડનો શ્રેષ્ઠ વિકલ્પ છે. એમાં ફૉસ્ફરસ, પોટૅશિયમ, ઝિંક, આયર્ન, ઍન્ટી-ઑકિસડન્ટ, વિટામિન-B6, એન્ઝાઇમ્સ, રિબોફ્લેવિન, કૅલ્શિયમ અને નિયાસિન જેવાં ખનિજો હોય છે. એ એન્ટી-માઇક્રોબાયલ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણધર્મો ધરાવે છે.
નાળિયેરની ખાંડ
કોકોનટ સુગર બ્રાઉન કલરની હોય છે. એ નારિયેળના ઝાડના તાજા પાણીમાંથી બનાવવામાં આવે છે. નાળિયેરના પાણીને બાળીને ખાંડ બનાવવામાં આવે છે. એ કુદરતી છે, એથી તે પોષક તત્ત્વોથી પણ ભરપૂર છે.
સ્ટીવિયા
સ્ટીવિયા એક છોડ છે, એનાં પાંદડાં મીઠાં હોય છે. દક્ષિણ અમેરિકામાં રહેતા લોકો સદીઓથી એનો ઉપયોગ કરી રહ્યા છે. એની મીઠાશ શુદ્ધ ખાંડ કરતાં વધુ છે. એના પાનને સૂકવીને એનું ચૂર્ણ બનાવી એનો ઉપયોગ કરવામાં આવે છે. એ ડાયાબિટીસ અથવા મેદસ્વી દર્દીઓ માટે પણ સલામત છે.
સ્વાસ્થ્ય જાણકારી: આ હેલ્ધી સ્નેક્સ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે; જાણો વિગત