ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧
ગુરુવાર
ભગવાન શ્રીરામની નગરી ઉત્તર પ્રદેશથી ભગવાન શ્રીરામ સાથે જોડાયેલો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બંદા જિલ્લાના રામ જાનકી મંદિરના પૂજારીએ વહીવટી તંત્ર પર ભગવાન શ્રીરામના આધારકાર્ડની માગણી કરવાનો આરોપ લગાવ્યો છે. પૂજારીએ એક મીડિયા હાઉસને જણાવ્યા અનુસાર અટારા એસડીએમ સૌરભ શુક્લાએ મંદિર પરિસરમાં ઊગેલા ઘઉંના પાકને સરકારી ખરીદ કેન્દ્રને વેચવા માટે શ્રી રામના આધારકાર્ડની માગ કરી હતી.
હકીકતે મંદિરના વિશાળ પરિસરની જમીન રામ જાનકી મંદિરના નામે નોંધાયેલી છે, જેમાં રામકુમાર દાસ એક સંરક્ષક તરીકે તમામ કામગીરી સંભાળે છે. પાકના વેચાણથી જે પૈસા આવે છે એનાથી વર્ષ દરમિયાન મંદિરમાં ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હવે મંદિરના પૂજારી રામકુમાર દાસની દુવિધાએ છે કેતે આગળની પ્રક્રિયા કઈ રીતે કરશે. આ બાબતે એસડીએમ સૌરભ શુક્લાએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે તેમણે સરકારની ખરીદનીતિને ટાંકીને સરકારી ખરીદી કેન્દ્રમાં પાક ખરીદવાની અસમર્થતા દર્શાવી હતી.
ભાગેડુ મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડે આખરે મોઢું ખોલ્યું; કહ્યું મને આપી હતી આ ઑફર, જાણો વિગત
ભગવાનનું આધારકાર્ડ લાવવાની વાત ક્યાંથી આવી એ ફક્ત પૂજારી જ જણાવી શકે છે, પરંતુ તરત જ એક રીતે પૂજારીના આધારકાર્ડના નિવેદનને હૅન્ડલ કરતાં એસડીએમ શુક્લાએ કહ્યું કે મેં આધારકાર્ડને અન્ય કોઈ સંદર્ભમાં લાવવા વિશે કહ્યું હશે. હવે આ મુદ્દો નવા વિવાદનું કારણ બની બેઠો છે.