News Continuous Bureau | Mumbai
બ્લેક હોલનું રહસ્ય જાણવા માટે વૈજ્ઞાનિકો દરરોજ નવા સંશોધનો કરી રહ્યા છે. અંતરીક્ષમાં જે રહસ્યમય જગ્યાઓ ગણાય છે તેમાંથી બ્લેક હોલ એક છે. તેના વિશે અનેક વાતો સામે આવે જે જાણીને નવાઈ લાગે. નાસાએ પહેલીવાર બ્લેક હોલના અવાજનો એક વિડીયો શેર કર્યો છે.
નાસાના એક સેટેલાઈટે આ રહસ્યમય જગ્યા બ્લેક હોલનો અવાજ રેકોર્ડ કર્યો છે. નાસાએ પોતાના ટ્વિટર પેજ પર તેને શેર કર્યો છે. બ્લેક હોલનો અવાજ સાંભળીને તમે બે ઘડી તો સ્તબ્ધ થઈ જશો. આ એ જ બ્લેક હોલનો અવાજ છે જે તેની બાજુ ગ્રહો, તારા ખેંચીને ગળી જાય છે. નાસાએ આ અવાજને લાંબી પ્રોસેસ બાદ સાંભળવા લાયક બનાવ્યો અને શેર કર્યો છે. અવાજ સાંભળીને જો તમને હોરર મૂવીની યાદ આવી જાય તો નવાઈ નહીં.
The sound of a black hole. Recorded by NASA’s Chandra X-ray Observatory pic.twitter.com/CNWkRPq7TQ
— Physics & Astronomy (@damnawesomevidz) March 19, 2023
બ્લેક હોલ અવકાશમાં એવી જગ્યા છે જ્યાં ભૌતિકશાસ્ત્રનો કોઈ નિયમ કામ કરતું નથી. બ્લેકહોલમાં વધુ પડતી ઉર્જા હોવાના કારણે ગ્રહો, આકાશગંગાઓ, તારા વગેરે આપોઆપ ખેંચાઈ જતા હોય છે. આ બ્લેક હોલ કેવી રીતે બને છે તે હજુ સુધી જાણી શકાયું નથી. અહીં પહોંચ્યા પછી શું થશે તેની કોઈને ખબર નથી. તમે બધું ભૂલીને નવી દુનિયામાં પહોંચી જશો અથવા તમારું જીવન સમાપ્ત થઈ જશે, આ રહસ્ય હજુ પણ યથાવત છે.
આ સમાચાર પણ વાંચો : પોરબંદર બીચ પર શાર્ક સૂપ માટે ડોલ્ફિનનું મારણ, દાણચોરીનો પર્દાફાશ