215
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે ૨૦૨૧
બુધવાર
કોરોનાની બીજી લહેરે ભારત સહિત આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં રોજ લાખો લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે યુનિવર્સીટી ઓફ બ્રિટિશ કોલમ્બિયાએ નવા મ્યુટેન્ટની એક તસવીર ટ્વીટ કરી છે, જે આ બીજી લહેર માટે જવાબદાર છે. આ નવા વેરિયંટનું નામ B.1.1.7 કોવિડ – ૧૯ છે, જે પ્રથમવાર ગયા વર્ષે ડીસેમ્બરમાં બ્રિટેનમાં જોવા મળ્યો હતો.
રિસર્ચ પ્રમાણે આ નવો વેરિયંટ ગયા વેરિયંટ કરતા વધુ ઝડપથી ફેલાય છે અને વધુ ઝડપથી પોતાનું સ્વરૂપ બદલે છે. આ વાયરસ માનવ શરીરની કોશિકાઓમાં પણ ઝડપથી ફેલાય છે. ભારત અને યુ.કે. બાદ હવે આ વાયરસે કેનેડામાં પણ માથું ઉચક્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વેરિયંટ સાદા માઈક્રોસ્કોપની મદદથી પણ જોય શકાતો નથી. તેને માટે ક્રાયો-ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વડે જ જોઈ શકાય છે.
You Might Be Interested In