ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
ઝિમ્બાબ્વેમાં રહેતા એક ભાઈને હાલમાં ૧૬ પત્ની અને ૧૫૧ બાળકો હોવાની આશ્ચર્યજનક વાત સામે આવી છે. મિસ્ચેક ન્યાનદોરો નામના આ વ્યક્તિની ઉંમર ૬૬ વર્ષ છે અને હવે તે ૧૭માં લગ્ન કરવાની તૈયારીમાં છે. મિસ્ચેક પહેલા સેનામાં કાર્યરત હતો, તે બાદ તેણે બીજો કોઈ જ કામ-ધંધો કર્યો નથી.
મિસ્ચેક કહે છે કે તેને એક મોટું કુટુંબ જોઈએ છે અને મૃત્યુ પહેલા તે ૧૦૦ પત્ની અને ૧૦૦૦ બાળકો કરવા ઈચ્છે છે. મિશેકે દાવો કર્યો છે કે તેની બધી પત્નીઓ ખુશ છે અને બે પત્નીઓ ગર્ભવતી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું ૧૫૦ બાળકો તમારા પર આર્થિક ભાર મૂકે છે, તો મિસ્ચેકે જવાબ આપ્યો કે વધુ સંતાન થવું તેમને મદદ કરે છે. તેમણે કહ્યું, "મારા બાળકો સતત મને બક્ષિસ આપે છે, તેઓ મને ખર્ચ માટે પૈસા ચૂકવે છે." હાલ મિસ્ચેકના ૫૦ બાળકો શાળામાં છે. ૬ બાળકો ઝિમ્બાબ્વેની સેનામાં છે, ૨ પોલીસમાં છે અને ૧૧ વિવિધ કંપનીઓમાં નોકરી કરે છે. મિશ્ચેકને ૧૩ પુત્રી છે અને તેમના લગ્ન થઈ ચુક્યા છે. મિસ્ચેકના ૨૩ બાળકોનાં લગ્ન થયાં છે, તેમાંથી એક તેમના પિતાના પગલે ચાલે છે અને ૪ લગ્ન કરી ચૂક્યો છે.
કોરોના મહામારીની બીજી લહેરના કહેરને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે આ યોજનાને 30 જૂન સુધી લંબાવી
ઉલ્લેખનીય છે કે મિસ્ચેક બહુપત્નીત્વ પાળવા ઈચ્છે છે. તેના છેલ્લા લગ્ન ૨૦૧૫માં થયા હતા અને હવે તે ફરી ૧૭મી વાર ઘોડે ચઢાવા તૈયાર છે. તેની પત્નીઓ તેના માટે વિવિધ ખોરાક બનાવે છે. તેને જે ગમે છે તે બધું ઘરે રાંધવામાં આવે છે.